@દિવ્યેશ પરમાર
સુરતના એક વેપારીને સોપારી અને કાળા મરીનો ઓર્ડર બારોબાર આપવો મોંઘો પડ્યો હતો.75 લાખ થી વધુ રોકડ રૂપિયા આપી ઓર્ડર આપ્યા બાદ માત્ર 20 લાખનો માલ મોકલી બાકીના રૂપિયા નહીં આપી છેતરપીંડી અચરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.જેમા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આસામ ખાતેના કાચર જિલ્લા માંથી ઝડપી પાડી સુરત લાવી કાર્યવાહી હાથ ધરી હતી
સુરત પોલીસ કમિશનર ના આદેશ અનુસાર નાસ્તા ફરતા આરોપી ઓને ઝડપી પાડવા માટે સુચન કર્યું હતું. જે મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરતમાં લાખોની છેતરપીંડી આચરનાર આરોપી આસામના કાચર જિલ્લા ના સિલચર ગમે એક આરોપી છે.જેથી ક્રાઈમ બ્રાન્ચ ની ટિમ આરોપી ને ઝડપી પાડવા સુરત થી આસામ ગઈ હતી.જ્યા પોલીસે આરોપી મુસ્તફા કમલ મજમુદાર અકરમ ને ઝડપી પાડ્યો હતો.
આ આરોપી એ તેમના બે સાગરીત મ્હેબુલ કમલ અને અમઝદ હુસેન લશ્કરે 1/9/2021 થી 31/5/2022 સુધી માર્કેટ માં મોટા વેપારી તરીકે ની છાપ ઉભી કરી હતી.તે દરમ્યાન ગિરીશ જીવન ભાઈ ડોબરીયા નામના યુવાને સોપારી અને કાળા મરી ખરીદી નો.ઓર્ડર આપી 75,11,900 રૂપિયા રોકડ તેમજ ગૂગલ પે મારફતે ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ આ ત્રણેય ઈસમો એ 20 લાખની સોપારી નો માલ.મોકલી 55,11,900 રૂપિયાના કાળા મરી કે સોપારી નહીં મોકલી છેતરપીંડી આચરી હતી.જે મામલે ઇકો સેલ તપાસ કરતી હતી તે દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચની ટિમને બાતમી મળતા તાત્કાલિક આસામ ખાતે જઈ મુસ્તફા કમલ મઝમુદાર અકરમ ની ધરપકડ કરી તેનો હવાલો ઇકો સેલ ને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..
આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ
આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર
આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત
