પોલીસ ફરિયાદ/ હિન્દુ સમાજની લાગણી દુભાવતા AAPના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ,ભગવાન શ્રી કૃષણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા

ગોપાલ ઇટાલીયાના આ પ્રકારના નિવેદન બાદ દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Top Stories Gujarat
12 4 હિન્દુ સમાજની લાગણી દુભાવતા AAPના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ,ભગવાન શ્રી કૃષણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા

ગુજરાતમાં ચૂંટણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક પાર્ટીના દિગ્ગજ નેતા રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે,જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ગુજરાતના દ્વારકાની મુલાકાત લીધી હતી આ સમયે ગોપાલ ઇટાલીયાની જીભ લપસી હતી અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ તેના સંબોધન દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા.ઇટાલીયાએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા હતા. ગોપાલ ઇટાલીયાના આ પ્રકારના નિવેદન બાદ દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

11 7 હિન્દુ સમાજની લાગણી દુભાવતા AAPના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ,ભગવાન શ્રી કૃષણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા

આ મામલે હવે ગોપાલ ઇટાલિયા સામે ફરિયાદ નોંધાવી છે. હિન્દુ સમાજ ની લાગણી દુભાવતા આહિર સમાજ ના યુવાન અમિત આહિર દ્વારા ભાવનગર જિલ્લા ના ઉમરાળા પોલીસ સ્ટેશન માં તારીખ 04/09/2002 ના રોજ મોડી રાત્રે ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.