ફિફા વર્લ્ડ કપ 2022 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. કતારમાં 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લેશે અને 64 મેચો રમાશે. લીગમાં સારું પ્રદર્શન કરનારી 16 ટીમો આગળના તબક્કામાં જશે, જે 3 થી 7 ડિસેમ્બર સુધી ચાલશે. આ વખતે વર્લ્ડ કપમાં, કોવિડ 19ને ધ્યાનમાં રાખીને, ત્રણ નવા નિયમો બનાવવામાં આવ્યા છે.ફિફા મેનેજમેન્ટે આ નિયમો સાથે રમતને વધુ સારી બનાવવાનો પ્રયાસ કર્યો છે. નવા નિયમો પણ આ વખતે જોવા મળશે.
સેમીઓટોમેટેડ ઓફસાઈડ ટેક્નોલોજી – વર્લ્ડ કપમાં પ્રથમ વખત સેમી ઓટોમેટેડ ઓફસાઈડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સેમીઓટોમેટેડ ઓફસાઈડ ટેક્નોલોજી એ વિશ્વભરમાં લાગુ કરવામાં આવેલ VaR સિસ્ટમનું વિકસિત સંસ્કરણ છે. આ નવી ટેકનોલોજી ઓછા સમયમાં વધુ સચોટ નિર્ણય લેવામાં મદદ કરશે.
ટીમ 5 ખેલાડીઓ બદલી શકશે– કોરોના મહામારીના ખતરાને જોતા દરેક ટીમને 3ની જગ્યાએ 5 ખેલાડીઓ બદલવાની મંજૂરી આપવામાં આપી છે.ટીમમાં 26 ખેલાડીઓ હશે: ટીમમાં બેન્ચ સ્ટ્રેન્થ પણ વધારવામાં આવી છે.હવે દરેક ટીમમાં 23ને બદલે 26 ખેલાડીઓ હશે.
મહિલા રેફરી– ફિફા મેન્સ વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા રેફરી મેચનું સંચાલન કરશે. ટુર્નામેન્ટ માટે કુલ 36 રેફરીની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી ત્રણ મહિલા છે. યામાશિતા યોશિમી, સલીમા મુકાનસાંગા અને સ્ટેફની ફ્રેપાર્ટે કતારમાં રેફરી તરીકે સેવા આપશે.