World Cup 2023/ બ્લેકમાં વેચાઇ રહી હતી ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપની સેમીફાઇનલની ટિકિટ, કિંમત 2.5 લાખ રૂપિયા સુધી, એકની ધરપકડ

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમીફાઇનલ મેચ જોવા માટે લોકોમાં એટલો ઉત્સાહ છે કે લોકો 2500 રૂપિયાથી લઈને 25000 રૂપિયા સુધીની ટિકિટ ખરીદવા માટે તૈયાર છે. મુંબઈ પોલીસે ટિકિટ કૌભાંડમાં સંડોવાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે.

Top Stories India
YouTube Thumbnail 2023 11 14T165421.145 બ્લેકમાં વેચાઇ રહી હતી ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપની સેમીફાઇનલની ટિકિટ, કિંમત 2.5 લાખ રૂપિયા સુધી, એકની ધરપકડ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની સેમી ફાઈનલ રમાવાની છે. આ પહેલા મુંબઈ પોલીસે સેમીફાઈનલની ટિકિટ બ્લેકમાં વેચવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ આકાશ કોઠારી તરીકે થઈ છે. તે મુંબઈના ઉત્તર ભાગમાં મલાડ સ્થિત તેના ઘરેથી પકડાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિ વોટ્સએપ પર અનેક ગ્રુપ બનાવીને 27,000 રૂપિયાથી લઈને 2.5 લાખ રૂપિયા સુધીની ટિકિટો વેચતો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે આકાશ વાસ્તવિક કિંમત કરતાં ચાર ગણાથી પાંચ ગણા ભાવે ટિકિટ વેચી રહ્યો હતો. પોલીસે તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 511 હેઠળ છેતરપિંડી અને અન્ય ગુનાઓ માટે ગુનો નોંધ્યો છે. તેણે આ ટિકિટો ક્યાંથી ખરીદી હતી અને આ રેકેટમાં વધુ લોકો સામેલ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ આ જાણવામાં વ્યસ્ત છે.

આ પહેલા કોલકાતા પોલીસે ઈડન ગાર્ડનમાં રમાયેલી આફ્રિકા અને ભારત સામેની મેચની બ્લેક ટિકિટ વેચવા બદલ 19 લોકોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી 108 ટિકિટ પણ મળી આવી હતી. પોલીસે આ મામલે 7 કેસ નોંધ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બ્લેકમાં વેચાઇ રહી હતી ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપની સેમીફાઇનલની ટિકિટ, કિંમત 2.5 લાખ રૂપિયા સુધી, એકની ધરપકડ


આ પણ વાંચો: વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું ભારતમાં શું બદલાવ આવ્યો…

આ પણ વાંચો: ઈઝરાયલના રક્ષા મંત્રીનો દાવો,’હમાસનું હવે ગાઝા પર નિયંત્રણ નથી’

આ પણ વાંચો: PM મોદી ખેડૂતોને નવા વર્ષની આપશે ભેટ, પરંતુ આ ખેડૂતોને લાભ નહીં મળે!