Not Set/ તમિલનાડુ સરકારે વેદાંતા પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવા આપ્યો આદેશ

ચેન્નઈ, છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુના તૂતીકોરીન સ્થિત વેદાંતા સ્ટરલાઈટ પ્લાન્ટને લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા કરાયેલા ફાયરિંગમાં 13 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે હવે સરકાર દ્વારા લોકોની માંગને સ્વીકારતા આ પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તમિલનાડુ સરકારના પપોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોપર […]

Top Stories India Trending
vedanta plant તમિલનાડુ સરકારે વેદાંતા પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવા આપ્યો આદેશ

ચેન્નઈ,

છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુના તૂતીકોરીન સ્થિત વેદાંતા સ્ટરલાઈટ પ્લાન્ટને લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા કરાયેલા ફાયરિંગમાં 13 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે હવે સરકાર દ્વારા લોકોની માંગને સ્વીકારતા આ પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

તમિલનાડુ સરકારના પપોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોપર પ્લાન્ટને બંધ કરવા હુકમ કર્યો છે. રાજ્યના ડેપ્યુટી સીએમ પનીરસેલ્વમે આ આદેશ અંગે જણાવતા કહ્યું, “આજે લોકોની સૌથી મોટી માંગ છે કે પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવામાં આવે. આ માંગને ધ્યાનમાં રાખીને આ પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો છે”.

વધુમાં તેઓએ જણાવ્યું, “હું આ આદેશ અંગે સ્પષ્ટપણે કહેવા માંગું છે કે, વેદાંતા પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવામાં આવી ચુક્યો છે”.

આ પહેલા ઉપ-મુખ્યમંત્રી પનીરસેલ્વમ તૂતીકોરીન પહોચ્યા હતાં અને તેઓએ કહ્યું, “હોસ્પિટલમાં ભરતી કરાયેલા ઘાયલ પ્રદર્શનકારિયોની જે પણ માંગો છે તેના પર વિચાર કરવામાં આવશે. આ મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ પ્રસ્તાવ લાવવામાં આવશે”.

ઉપ-મુખ્યમંત્રીએ લોકોને વિશ્વાસ અપાવતા કહ્યું, “તેઓ પ્લાન્ટ બંધ કરવા માટે જરૂરી તમામ કાયદાકીય પગલા ઉઠાવશે. તેઓ આ વિસ્તારમાં શાંતિનો માહોલ લાવવાની પણ કોશિશ કરશે એમ પ તેઓએ ઉમેર્યું હતું.

મહત્વનું છે કે, ગત 22 મેના રોજથી તૂતીકોરીન સ્થિત વેદાંતા સ્ટરલાઈટ પ્લાન્ટના વિરોધમાં લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન આ લોકોને પથથરમારો અને આગચંપીનો સહારો લીધા બાદ પોલીસ દ્વારા ઓપન ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 13 લોકોના મોત થયા હતાં.