Not Set/ ટ્રમ્પ અને મોદીની નવા વર્ષની ફોન પર વાતચીત, આ વિષયો પર થઇ ચર્ચા

દેશના વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક-બીજા સાથે ટેલીફોનમાં વાત કરીને નવા વર્ષની શુભેરછા આપી છે. PM @narendramodi & US President #DonaldTrump had telephonic conversation. https://t.co/FCiq0yA7T3 pic.twitter.com/EIXpDs8AgX— All India Radio News (@airnewsalerts) January 8, 2019 વ્હાઈટ હાઉસના નિવેદન પ્રમાણે બંને નેતા વચ્ચે વાતચીત અમેરિકન વેપારની ખોટ ઓછી કરવાની અને અફઘાનિસ્તાનમાં મદદ વધારવાને […]

Top Stories India World Trending Politics
donald trump 1 ટ્રમ્પ અને મોદીની નવા વર્ષની ફોન પર વાતચીત, આ વિષયો પર થઇ ચર્ચા

દેશના વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક-બીજા સાથે ટેલીફોનમાં વાત કરીને નવા વર્ષની શુભેરછા આપી છે.

વ્હાઈટ હાઉસના નિવેદન પ્રમાણે બંને નેતા વચ્ચે વાતચીત અમેરિકન વેપારની ખોટ ઓછી કરવાની અને અફઘાનિસ્તાનમાં મદદ વધારવાને લઈને ચર્ચા થઇ હતી.

વ્હાઈટ હાઉસે કહ્યું કે બંને નેતા એ વાત પર સંમત થયા કે વર્ષ ૨૦૧૯માં ભારત અને અમેરિકા વચ્ચે રણનીતિક ભાગીદારી મજબુત કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અને સમૃદ્ધિ વધારવાની વાત પણ બે નેતા વચ્ચે થઇ હતી.

બદલાયેલ વૈશ્વિક પરિસ્થિતિમાં બંને નેતા વચ્ચે તઃયેલી આ વાતચીત ઘણી મહત્વપૂર્ણ છે.

તમને જણાવી દઈએ કે હમણાં થોડા દિવસ પહેલા ટ્રમ્પે પીએમ મોદીની અફઘાનિસ્તાન મામલે મજાક ઉડાવી હતી. અફઘાનિસ્તાનને ભારતે લાઈબ્રેરી બનાવવા માટે કરેલી મદદ પર ટ્રમ્પે કીધું હતું કે અફઘાનિસ્તાન જેવા દેશને લાઈબ્રેરીની શું જરૂર છે.