Not Set/ આ રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર સૌથી વધારે, અત્યાર સુધી થયા છે ૨૬૮ લોકોના મૃત્યુ

દેશભરમાં અત્યાર સુધી  સ્વાઈન ફ્લુના લીધે અત્યાર સુધી ઘણા લોકો મોતને ભેટી ચુક્યા છે. હજુ પણ મૃત્યુ આંક થમવાનું નામ નથી રહ્યો તેવામાં  સૌથી વધારે સ્વાઈન ફ્લુની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે. આ રાજ્યમાં સ્વાઈન ફ્લુના લીધે સૌથી વધારે મૃત્યુ થઇ ચુક્યા છે. આ વર્ષે સ્વાઈન ફ્લુના લીધે દેશભરમાંથી ૫૪૨ લોકોના મૃત્યુ થયા છે તેમાંથી […]

Top Stories India Trending
736825 swine flu 05 આ રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર સૌથી વધારે, અત્યાર સુધી થયા છે ૨૬૮ લોકોના મૃત્યુ

દેશભરમાં અત્યાર સુધી  સ્વાઈન ફ્લુના લીધે અત્યાર સુધી ઘણા લોકો મોતને ભેટી ચુક્યા છે. હજુ પણ મૃત્યુ આંક થમવાનું નામ નથી રહ્યો તેવામાં  સૌથી વધારે સ્વાઈન ફ્લુની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે. આ રાજ્યમાં સ્વાઈન ફ્લુના લીધે સૌથી વધારે મૃત્યુ થઇ ચુક્યા છે.

આ વર્ષે સ્વાઈન ફ્લુના લીધે દેશભરમાંથી ૫૪૨ લોકોના મૃત્યુ થયા છે તેમાંથી ૫૦ ટકા લોકો મહારાષ્ટ્રના રહેવાસી છે.

આ મામલે મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે વર્ષ ૨૦૧૮માં સ્વાઈન ફ્લુના લીધે ૨૬૮ લોકોના મોત થયા છે અને ૩૨ લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર બાદ સ્વાઈન ફ્લુના લીધે  મૃત્યુ મામલે રાજસ્થાનનો નંબર આવે છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સ્વાઈન ફ્લુના ૧૪૭૮ કેસ નોંધાયા હતા જેમાં ૧૯૧ લોકોના મોત થયા છે.

ઉલ્લખનીય છે કે ગયા વર્ષે સ્વાઈન ફ્લુના કુલ ૩૮,૮૧૧ કેસ સામે આવ્યા હતા.આ વર્ષે દેશભરમાં સ્વાઈન ફ્લુના ૬૮૦૦થી વધારે કેસ સામે આવ્યા છે.