Not Set/ શેરબજારના પ્રારંભે જ Sensex માં 320 પોઈન્ટનો કડાકોઃ રૂપિયો પડ્યો નબળો

અમદાવાદ: શેરબજારમાં આજે ઉઘડતી બજારે જ Sensex માં 320 પોઈન્ટનો કડાકો બોલી જતાં રોકાણકારોમાં ભારે ગભરાટની લાગણી ફેલાઈ જવા પામી હતી. જયારે બીજી તરફ ભારતીય રૂપિયો પણ વધુ 15 પૈસા નબળો પડી ગયો હતો. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ (Sensex) 234 પોઈન્ટના કડાકા સાથે 33455 અને નિફટી 81 પોઈન્ટના કડાકા સાથે 10043 ઉપર […]

Top Stories Trending Business
Business Market Opens Lower, Sensex Fall 320 Points, Rupee Fell Down

અમદાવાદ: શેરબજારમાં આજે ઉઘડતી બજારે જ Sensex માં 320 પોઈન્ટનો કડાકો બોલી જતાં રોકાણકારોમાં ભારે ગભરાટની લાગણી ફેલાઈ જવા પામી હતી. જયારે બીજી તરફ ભારતીય રૂપિયો પણ વધુ 15 પૈસા નબળો પડી ગયો હતો. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ (Sensex) 234 પોઈન્ટના કડાકા સાથે 33455 અને નિફટી 81 પોઈન્ટના કડાકા સાથે 10043 ઉપર કારોબાર કરી રહ્યા છે.

બજારમાં વિવિધ સેક્ટરના શેરો જેવા કે પ્રાઈવેટ બેન્ક, મેટલ, આઈટી, એફએમસીજી, ઓટો, પાવર, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં વેચવાલીના દબાણને પગલે શેરબજાર તૂટયું છે.

દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ, એનટીપીસી, હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઈન્ટસ, ભારતી એરટેલ અને કોટક મહિન્દ્રા બેન્કના શેર તૂટયા છે. જો કે ટાટા મોટર્સ, ગેલ, ટાઈટન, ડો.રેડ્ડીઝ, ભારતી ઈન્ફ્રાટેલ, સન ફામાર્ અને હિરો મોટો કોર્પના શેરો વધુ મજબૂત બન્યા છે.

આવી જ રીતે મીડકેપ શેરોમાં એસજેવીએન, એપોલો હોસ્પિટલ, ક્રોમ્પટન ગ્રીવ્ઝ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ અને એનબીસીસીના શેર નબળાં પડયા છે, જયારે તેની સામે બાયોકોન, કન્ટેનર કોર્પ, અદાણી એન્ટરપ્રાઈઝ, સેન્ટ્રલ બેન્ક અને ડિવીઝ લેબના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.

સ્મોલકેપ શેરોમાં ઈક્વિટાસ, ઉજ્જીવન, મોહોતા ઈન્ડસ્ટ્રીઝ, ગુજરાત મિનરલ અને જુબિલેન્ટ ફૂડના શેર તૂટયા છે, તો તેની સામે કજારિયા સિરામિક્સ, રેમન્ડ, ડીઆઈસી ઈન્ડિયા, જુબિલેન્ટ ઈન્ડસ્ટ્રીઝ અને એટલાન્ટાના શેર મજબૂત બન્યા છે.

જયારે બીજી તરફ ચલણ બજારમાં ભારતીય રૂપિયો આજે પણ ડોલર સામે નબળો રહેવા પામ્યો હતો. આજના કારોબારમાં 15 પૈસાના ઘટાડા સાથે રૂપિયો 73.42ના નીચલા સ્તરે પહોંચી ગયો છે. પાછલા કારોબારી સત્રમાં રૂપિયો 73.27ની સપાટીએ બંધ થયો હતો.