Entertainment/ અવતાર 2 સ્પાઈડરમેન નો વે હોમ વેને પણ છોડી દીધું પાછળ

આ વર્ષે રિલીઝ થયેલી તમામ હોલિવૂડ ફિલ્મો કરતાં વધુ ઓપનિંગ લીધી છે. દેશમાં આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોમાં આ ફિલ્મે ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવ’ને પાછળ છોડી દીધી છે. માત્ર હોલિવૂડ ફિલ્મોની જ વાત કરીએ તો…

Trending Entertainment
Avatar 2 Movie Review

Avatar 2 Movie Review: ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’એ તેની રિલીઝના પહેલા જ દિવસે ભારતમાં આ વર્ષે રિલીઝ થયેલી તમામ હોલિવૂડ ફિલ્મો કરતાં વધુ ઓપનિંગ લીધી છે. દેશમાં આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોમાં આ ફિલ્મે ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવ’ને પાછળ છોડી દીધી છે. માત્ર હોલિવૂડ ફિલ્મોની જ વાત કરીએ તો ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’ એ અત્યાર સુધી રિલીઝ થયેલી તમામ ફિલ્મોમાં એક નવો રેકોર્ડ બનાવીને પ્રથમ દિવસની કમાણી મામલે બીજા નંબરનું સ્થાન મેળવ્યું છે. અત્રે નોંધનીય છે કે આ સિરીઝની અગાઉની ફિલ્મ ‘અવતાર’ ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મોની પહેલા દિવસની કમાણીવાળી ટોપ 10 ફિલ્મોમાં પણ સામેલ થઈ શકી નથી.

ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’ને લઈને દર્શકોમાં સર્જાયેલી ઉત્સુકતાએ પોતાનો રંગ બતાવ્યો છે. પ્રથમ દિવસના અંતિમ આંકડાઓ અનુસાર ફિલ્મે ભારતમાં તેની રિલીઝના પ્રથમ દિવસે જ 41 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મના અંગ્રેજી વર્ઝને પ્રથમ દિવસે સૌથી વધુ 21.70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હિન્દી વર્ઝન બીજા ક્રમે રહ્યું હતું અને સમગ્ર દેશમાં કુલ રૂ. 11.50 કરોડનું નેટવર્થ એકત્ર થયું હતું. આ ફિલ્મે તેલુગુમાં 5 કરોડ રૂપિયા, તમિલમાં 2.5 કરોડ રૂપિયા અને મલયાલમમાં લગભગ 30 લાખ રૂપિયાની કમાણી કરી છે. શુક્રવાર વર્કિંગ ડે હોવા છતાં ફિલ્મને મળેલા સારા પ્રતિસાદને જોતા એવું લાગે છે કે ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’ પહેલા વીકેન્ડમાં જ 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જશે. આ પહેલા રિલીઝ થયેલી આ સિરીઝની પહેલી ફિલ્મ ‘અવતાર’ એક અઠવાડિયામાં આ આંકડો પૂરો કરવામાં સફળ રહી હતી. ‘અવતાર’ની શરૂઆત પણ ભારતમાં એટલી ન હતી કે તે દેશમાં રિલીઝ થયેલી હોલિવૂડની પ્રથમ દિવસની ટોચની 10 ફિલ્મોમાં ગણી શકાય.

ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ હોલિવૂડની પ્રથમ દિવસે કમાણીની ટોપ 10 ફિલ્મોની યાદીમાં પ્રથમ ક્રમે છે, બીજા નંબરની ફિલ્મ ‘સ્પાઈડરમેન નો વે હોમ’ને બદલે હવે ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’એ કબજો જમાવી લીધો છે. આ સાથે ફિલ્મ ‘ધ લાયન કિંગ’ હવે આ લિસ્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ વર્ષે ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં ફિલ્મ ‘KGF 2’ એ ઓપનિંગ ડેનું સૌથી વધુ 53.95 કરોડનું કલેક્શન કર્યું છે. ‘અવતાર ધ વે ઓફ વોટર’ ફિલ્મની શરૂઆતનો સમાવેશ કર્યા પછી ભારતમાં રિલીઝ થયેલી હોલિવૂડ મૂવીઝના ટોપ 10 ઓપનિંગ ડે કલેક્શનની યાદી નીચે મુજબ છે:

એવેન્જર્સ એન્ડગેમ (2019)                     53.10

અવતાર ધ વે ઓફ વોટર (2022)              41.00

સ્પાઇડરમેન નો વે હોમ (2021)                32.67

એવેન્જર્સ ઈન્ફિનિટી વોર (2018)               31.30

ડોક્ટર સ્ટ્રેન્જ (2022)                          28.35

થોર લવ એન્ડ થન્ડર (2022)                 18.20

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ હોબ્સ એન્ડ શો (2019)   13.15

કેપ્ટન માર્વેલ (2019)                          12.75

બ્લેક પેન્થર વાકાંડા ફોરેવર (2022)           11.96

ડેડપૂલ 2 (2018)                             11.25

આ પણ વાંચો: Tech News/YouTube ની કમાણીથી ચૂકવી 40 લાખની લોન, તમે પણ કમાઈ શકો છો લાખો રૂપિયા