#gujarat/ IFCOમાં એક જગ્યા પર 4 ફોર્મ ભરાતા ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો

IFCO દેશની સહકારી સ્વામિત્વ ધરાવતી કંપનીમાં એક જગ્યા પર ચાર ફોર્મ ભરાતા ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો છે. લોકસભા ચૂંટણીની જેમ IFCOની ચૂંટણીમાં બહુ રસાકસી જોવા મળી.

Top Stories Rajkot Gujarat
Beginners guide to 2024 05 02T153952.246 IFCOમાં એક જગ્યા પર 4 ફોર્મ ભરાતા ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો

રાજકોટ : IFCO દેશની સહકારી સ્વામિત્વ ધરાવતી કંપનીમાં એક જગ્યા પર ચાર ફોર્મ ભરાતા ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો છે. લોકસભા ચૂંટણીની જેમ IFCOની ચૂંટણીમાં બહુ રસાકસી જોવા મળી. આગામી 9તારીખના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે IFCOમાં ગુજરાતમાં ડિરેક્ટરની જગ્યા માટે 1ની માંગ સામે 4 ફોર્મ ભરાતા આંતરકલહના સંકેતો મળ્યા છે. ગુજરાતમાં ડિરેક્ટરના સ્થાન પર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડીયાએ ફોર્મ ભર્યું હતું. અને આ નેતા સાથે ભાજપના અન્ય ત્રણ નેતાઓએ ઉમેદવારી નોંધાવતા હોબાળો થવાના પગરણ દેખાઈ રહ્યા છે.

રાજ્યમાં મતદાનની તારીખો નજીક છે. અને તમામ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે IFCOમાં ડિરેક્ટર માટેની ચૂંટણી પણ વધુ રસપ્રદ બની છે. IFCOમાં ગુજરાત પ્રદેશ ભાજપ હવે સહકારી ક્ષેત્રતની ચૂંટણીમાં મેન્ડેટ આપવા ઉમેદવારની પસંદગી શરૂ કરી છે. તેમણે બીપીન નારણભાઈને મેન્ડેટ આપ્યો છે, જયારે આ સીટ માટે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્કના વડા અને રૂપાણી સરકારમાં મહત્વના હોદ્દા પર રહેલા જયેશ રાદડીયાએ પણ ઉમેદવારી નોંધાવી છે. આ સિવાય મોડાસાના પંકજ નરશીભાઈ પટેલ અને માણવાદરના વિજય દેવજીભાઈ ઝાટકીયાએ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં જ ફાંટા પડતા હોવાનું અને મતમતાંર હોવાનું સામે આવ્યું છે. આ મામલે જયેશ રાદડિયાને સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે હા મે ડિરેક્ટરના સ્થાન માટે ફોર્મ ભર્યું છે અને અન્ય ત્રણ ઉમેદવારોએ પણ દાવેદારી નોંધાવી છે. જો કે આ મામલે અંતિમ નિર્ણય પાર્ટી અને હાઈકમાન્ડનો રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકીય પાર્ટીઓ માટે વિલન બનશે ગરમી, સભામાં ભીડ ભેગી કરવા કરવી પડશે મહેનત

આ પણ વાંચો: BRTS કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, પડતર માંગોને લઇ કર્મચારીઓ આંદોલનના મુડમાં

આ પણ વાંચો: સાબરકાંઠામાં ઓનલાઈન પાર્સલમાં ધડાકો થતા એકનું મોત