Sabarkantha News : સાબરકાંઠામાં ઓનલાઈન પાર્સલમાં થયેલા ધડાકાને પગલે એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. જ્યારે અન્ય ત્રણ જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ફફડાટ સાથે આતંક ફેલાઈ ગયો હતો.
સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા ગામમાં આ બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિએ ઓનલાઈન આવેલું પાર્સલ ખોલતા તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલા જોરદાર હતી કે પાર્સલ ખોલનારી વ્યક્તિના હાથના કાંડાના ફૂરચા ઉડા ગયા હતા. ઉપરાંત છાતીમાં અસંખ્ય ગોળીઓ મારી હોય તેમ છાતી ચારણી જેવી બની ગયેલી નજરે ચઢતી હતી. ઘટનાસ્થલે જ તેનું કરૂણ અને અરેરાટીભર્યું મોત નીપજ્યુ હતું.
આ બ્લાસ્ટમાં અન્ય ત્રણ જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે હિંમતનગર ખાતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં બે બાળકીઓ ગંભીરપણે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.ચૂંટણી પહેલા જ થયેલા આ બ્લાસ્ટને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.આ પાર્સલ કોણે મોકલ્યું હતું ઉપરાંત ક્યાંથી પાર્સલ મોકલવામાં આવ્યું હતું તેની પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…
આ પણ વાંચો:અમદાવાદમાં બિલ્ડરોની ભાગીદારીનો ભોગ બનતી પ્રજા
આ પણ વાંચો:ડીસામાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર ‘તેમના રાજકુમારે OBC સમાજનું અપનામ કર્યું’