Covid-19/ દેશમાં 523 દિવસમાં સૌથી ઓછા Active કેસ નોંધાયા, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

દેશમાં તહેવારોની સીઝનમાં આપવામાં આવેલી છૂટ અને લોકોનાં બેદરકારી રાખતા સતત ઘરની બહાર આવ્યા બાદ પણ કોરોનાનાં કેસમાં થયેલા ઘટાડાને કારણે મોટી રાહત મળી છે.

Top Stories India
Coronavirus in India

કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 25.32 કરોડ થઈ ગયા છે. આ મહામારીને કારણે 51 લાખ લોકોનાં મોત થયા છે. વળી 7.46 અબજ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સોમવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ જાહેર કર્યું કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુઆંક અને રસીની કુલ સંખ્યા વધીને અનુક્રમે 253,291,318, 5,100,151 અને 7,464,233,665 થઈ ગઈ છે. CSSE અનુસાર – 47,074,080 અને 763,092 પર વિશ્વના સૌથી વધુ કેસ અને મૃત્યુ સાથે અમેરિકા સૌથી પ્રભાવિત દેશોમાં આગળ છે.

આ પણ વાંચો – T20 World Cup / આવી રીતે કોણ મનાવે જશ્ન? ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓએ જીત બાદ જુતામાં નાખી પીધો દારૂ, Video

દેશમાં તહેવારોની સીઝનમાં આપવામાં આવેલી છૂટ અને લોકોનાં બેદરકારી રાખતા સતત ઘરની બહાર આવ્યા બાદ પણ કોરોનાનાં કેસમાં થયેલા ઘટાડાને કારણે મોટી રાહત મળી છે. આ રાહતને કારણે એવી શક્યતા પણ ઉભી થઈ છે કે કદાચ દેશમાં હવે કોરોનાનું ત્રીજું મોજું નહીં આવે. સોમવારે જાહેર થયેલા આંકડાઓમાં છેલ્લા એક દિવસમાં 10,229 નવા કેસ નોંધાયા છે. આ સિવાય 11,926 લોકો સ્વસ્થ થયા છે અને 125 લોકોનાં મોત થયા છે. રિકવર થયેલા દર્દીઓની તુલનામાં નવા કોરોનાનાં કેસોની સંખ્યા સતત ઓછી રહી છે અને તેના કારણે સક્રિય કેસ પણ ઝડપથી ઘટી રહ્યા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 125 મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 4,63,655 થયો છે. નવા કોરોના સંક્રમણમાં દૈનિક વધારો સતત 38 દિવસથી 20,000થી નીચે અને સતત 141 દિવસથી દરરોજ 50,000થી નીચે રહ્યો છે. સક્રિય કેસોમાં હવે કુલ સંક્રમણનાં 0.39 ટકાનો સમાવેશ થાય છે, જે માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશનો સરેરાશ રિકવરી રેટ હાલમાં 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછીનો સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કોરોનાનાં કેસોમાં 1,822 કેસનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો – Interesting / બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં

દૈનિક પોઝિટિવિટી રેટ 1.12 ટકા નોંધાયો હતો, જે છેલ્લા 42 દિવસમાં બે ટકાથી ઓછો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.99 ટકા નોંધાયો હતો, જે છેલ્લા 52 દિવસમાં 2 ટકાથી નીચે છે. આ રોગથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,38,49,785 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.35 ટકા રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 112.34 કરોડથી વધુ કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 30,20,119 રસીકરણ અને 9,15,198 કોરોનાનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ-19નો આંકડો 7મી ઓગસ્ટ, 2020નાં રોજ 20 લાખ, 23મી ઓગસ્ટે 30 લાખ, 5મી સપ્ટેમ્બરે 40 લાખ અને 16મી સપ્ટેમ્બરે 50 લાખને વટાવી ગયો હતો. તે 28મી સપ્ટેમ્બરે 60 લાખ, 11મી ઓક્ટોબરે 70 લાખ, 29મી ઓક્ટોબરે 80 લાખ, 20મી નવેમ્બરે 90 લાખ અને 19મી ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયો હતો. ભારતે 4 મે મહિનાનાં રોજ 20 મિલિયન અને 23 જૂનનાં રોજ 30 મિલિયનનો ભયંકર માઇલસ્ટોન પાર કર્યો હતો.