Statue Of Unity/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ 28 ઓક્ટો.થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી રહેશે બંધ

આગામી 28 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બર,2021 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય કેવડિયાના પ્રવાસન સ્થળો બંધ રહેશે.

Top Stories India
Sardar patel jayanti વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ 28 ઓક્ટો.થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી રહેશે બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર પટેલ જયંતિના દિવસે કેવડિયા ખાતે હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના હોવાથી દરવર્ષની જેમ આ વર્ષે પણ કેવડિયા પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 28 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બર,2021 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય કેવડિયાના પ્રવાસન સ્થળો બંધ રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ઓનલાઈન ટિકિટના વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગેની જાહેરાત તેમની વેબસાઈટ પર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રો

sou website વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ 28 ઓક્ટો.થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી રહેશે બંધ

જ સાંજે કેવડિયા ખાતે પધારી મા નર્મદાની આરતી ઉતારશે અને ઘાટનું લોકાર્પણ કરશે. 31 ઓક્ટોબરના રોજ દરવર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે.

દર વર્ષે પીએમ મોદીના કેવડિયામાં આગમન સમયે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો પ્રોટોકોલ પ્રમાણે બંધ કરી દેવામાં આવે છે. વડાપ્રધાન મોદીની આ વખતની મુલાકાત સમયે પણ કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રહેશે.

sou pm modi વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ 28 ઓક્ટો.થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી રહેશે બંધ

નોંધનીય છે કે , અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ કરતાં પણ વધારે પ્રવાસીઓ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ભારત સરકારના આંકડાઓ અનુસાર, ગત માર્ચ-2020માં (કોરોનાકાળ પહેલાં) સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ ગઈ હતી, જેની સામે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને જોવા દરરોજ સરેરાશ 10,000 પ્રવાસી જતા હતા.