Agricultural Bills/ આખરે ખેડૂત આંદોલન એક નાની માછલીની મોટી માછલી સામેની લડાઈની…?

કીચડથી ખરડાયેલા તે ખુલ્લા પગ, ઠેક-ઠેકાણેથી ઘસાઈને જુના થઇ ગયેલ ધોતી ઝભ્ભો. કપાળ પર સદા ઉપસી રહેલ ચિંતાઓની લકીરો અને હાથમાં પાવડો લઇ ખુલ્લા આકાશમાં ઠંડી, ગરમી કે વરસાદની

Top Stories Mantavya Vishesh
rina brahmbhatt1 આખરે ખેડૂત આંદોલન એક નાની માછલીની મોટી માછલી સામેની લડાઈની...?

@કટાર લેખીકા – રીના બ્રહ્મભટ્ટની કલમથી…

કીચડથી ખરડાયેલા તે ખુલ્લા પગ, ઠેક-ઠેકાણેથી ઘસાઈને જુના થઇ ગયેલ ધોતી ઝભ્ભો. કપાળ પર સદા ઉપસી રહેલ ચિંતાઓની લકીરો અને હાથમાં પાવડો લઇ ખુલ્લા આકાશમાં ઠંડી, ગરમી કે વરસાદની પરવાહ વગર ફરતો વ્યક્તિ એટલે ભારતનો ખેડૂત કે ધરતીપુત્ર હોય છે. ગામડાના સન્નાટા વચ્ચે જે સતત દોડધામભરી જિંદગી જીવે છે તે ખેડૂત આજે તેના ખેતરો-પશુધનને ઘરની સ્ત્રીઓને હવાલે કરી નવા 3 કૃષિ બીલો સામે આંદોલન છેડી બેઠો છે. પાછલા લાંબા સમયથી આ આંદોલન પંજાબ-હરિયાણા થી શરુ થયું છે.

Farmers Protest Live: Farmers Protest in Delhi Live Coverage, Farmers March  Live Update, Farmers Protest Today | The Financial Express

સરકાર દ્વારા પણ આ અંગે સતત વાટાઘાટો ચાલી રહી છે. પરંતુ અહીં સવાલ તે છે કે, કથિત રિફોર્મને લઈને આખરે ખેડૂતો આટલા આંશકિત કેમ છે? અસલમાં પ્રથમ દ્રષ્ટિએ મોદીજીએ ખેતી ક્ષેત્રે ક્રાંતિકાર ફોર્મ્યુલા અમલમાં મુકવાની તૈયારી બતાવી છે. પરંતુ વર્ષોનો અનુભવ ચીખી ચીખીને તેમ કહે છે કે, કાયદાઓનો ઉપયોગ પણ આખરે ક્યાંક કોઈને તાબામાં લેવા એક હથિયાર તરીકે થતો હોય છે. કાયદો ઢાલ છે. તો કાયદાના છીંડા ક્યાંક લેભાગુ તત્વોનું હથિયાર પણ બની જાય છે. અને આ જ આશંકા તેમને ધ્રુજાવી જાય છે.

a 107 આખરે ખેડૂત આંદોલન એક નાની માછલીની મોટી માછલી સામેની લડાઈની...?

કિસાનોને ઘભરાહટ તે બાબતની છે કે, ક્યાંક ચિકિત્સાનો નુસખો જ તેમનું નાસૂર ના બની જાય. તેમને ડર છે કે, તેમના બઝારમાં ક્યાંક મોટા મોટા ઔદ્યોગિક ગૃહો ના ઘુસી જાય. અને તેઓ મગરમચ્છ બનીને તેમને ગળી ન જાય. અને આ ટેંશનનું બહુ સીધું કારણ છે કે, સરકાર તો કાયદો બનાવીને એક દિવસ ખસી જશે. અને તેઓ બિગ બિઝનેસના પંજામાં ફસાઈ જશે. આ માનવાનું પણ એક બહુ સીધૂ કારણ છે કે, રિલાયન્સ જેવા કોર્પોરેટ ગૃહે નાના નાના શાકભાજી, કરિયાણા ફ્રૂટ્સ ના ધંધાઓને પણ છોડ્યા નથી. બઝાર કરતા સસ્તું આપવાની લલચામણી ઓફરોએ આજે ગલીના નાકે દુકાન ચલાવતા દુકાનદારને થોડો પણ ધક્કો આપ્યો છે. મુકેશ અંબાણી આટલું મોટું કોર્પોરેટ ગૃહ ધરાવતા હોવા છતાં કરિયાણા અને શાકભાજીમાં પડવાની ક્યાં જરૂર હતી? તેમને અને તેમના જેવા બીજા ઔદ્યોગિક ગૃહોએ વધુ નહીતો 25 % જેટલો ધંધો પણ આવા મોલ્સ ક્લચરે છીનવ્યો છે.

Corona Virus / વેક્સિન..!! એક નવી સવાર તેના કિરણો રેલાવવાની તૈયારીમાં છે…

પશ્ચિમમાં પણ કિસાનો ફરિયાદ કરી રહ્યા છે કે, વોલમાર્ટ અને ટેસ્કો જેવી કંપનીઓ તેમને દબાવી રહી છે. તેથી જ કિસાનોનો આરોપ છે કે, તેમને જમાખોરો, વેપારીઓ, કોર્પોરેટર્સ અને મલ્ટીનેશનલ કંપનીઓના રહેમો કરમ પર છોડવામાં આવી રહ્યા છે. અને આ ગેંગોનો ઇતિહાસ કહે છે કે, આ જૂથો ભરોસાને લાયક નથી.

political challenge / હવે રાજસ્થાનમાં પણ ગુજરાતવાળી, સ્થાનિક સ્વરાજ્ય પહેલા પણ ખાઇ…

વળી આપણે સોવિયત સંઘથી લઇ અત્યારની મતલબ કે પાછલા કેટલાક વર્ષો દરમ્યાન અમેરિકા અને યુરોપની ફ્રી માર્કેટિંગ વ્યવસ્થા તરફ નાખીશું તો આપણને મુક્ત બાઝર નીતિના પરિણામો અંગે ખ્યાલ આવશે. 1970 માં અહીં ખેડૂતોને રીટેલ કિંમતના 40 % મળતા હતા. પરંતુ ફ્રી માર્કેટ નીતિ લાગુ થયા બાદ હવે ફક્ત 15 % જ મળે છે. અને આ વચ્ચેનો ફાયદો ત્યાંના સુપર માર્કેટ શ્રુંખલાઓને જ થયો છે. જો, કે અહીં પણ ભારતની જેમ જ ખેડૂતોને જીવતા રાખવા 7 લાખ કરોડ રૂપિયાની સરકારી મદદ કરવામાં આવે છે. તેથી જ અહીંનો ખેડૂત આટ આટલા નુકસાન અને મહેનત બાદ પણ તેમ સમજે છે કે, જેટલું હાથમાં છે તેટલું તો બચવું રહ્યું.

POLITICAL / ભાજપને તેની ‘બી’ ટીમે વધુ મજબુત બનાવ્યા…

વેલ , તે સિવાય પણ કિસાનો ખાસ તો , ન્યુનતમ સમર્થન મૂલ્ય ને કાનૂની અધિકાર બનાવવા જિદ કરી રહ્યા છે. અને તેનું કારણ તે છે કે, કોઈપણ ટ્રેડર કે ખરીદદાર કિસાનો પાસેથી તેમની પ્રોડક્ટ આ કિંમતથી ઓછી કિંમતે ના ખરીદી શકે. અને ખેડૂતો આ સ્થિતિ ને કારણે જ તેવો આગ્રહ સેવી રહ્યા છે કે, એમએસપી અને બઝારની સ્થાપિત વ્યવસ્થા કે જે ખતમ થવાનો ફાયદો ફક્ત આવા મોટા ખરીદદારોને જ થઇ શકે છે. જો,કે સરકારની દલિલ છે કે, આ બંને વ્યવસ્થા ચાલુ જ રહેવાની છે. પરંતુ મોટા ઔદ્યોગિક ગૃહોની નિયત હંમેશા શકના દાયરા માં હોવાથી ખેડૂતોને વિશ્વાસ નથી આવી રહ્યો.

corona 155 આખરે ખેડૂત આંદોલન એક નાની માછલીની મોટી માછલી સામેની લડાઈની...?

બાકી આપણા કરોડો રૂપિયા ખેતી, ખેડૂત અને ઉત્પાદનો માટે દર વર્ષે સબસીડી કે રાહતોના સ્વરૂપે ખર્ચાય છે. તેમછતાં આજેપણ ખેડૂતો આબાદ થવાને બદલે બરબાદ જ થાય છે. અને લાખો ખેડૂતો નફાને બદલે દેવા વધતા આત્મહતા પણ કરે છે. ત્યારે એક બાબત તો નિશ્ચિત જ છે કે, કોન્ટ્રાકટ ફાર્મિંગને સમય પર છોડી દેવાની જરૂર હતી. ખેડૂત નહિ તો ખેડૂત પુત્રો આજ નહિ તો આવતી કાલે પણ ઓનલાઇન માર્કેટ જાતે ઉભું કરી તેમની પ્રોડક્ટ ફાર્મ ટુ હોમ પહોચાડત જ. અન્યથા સરકારે જ આવા પ્લેટફોર્મ એક સ્ટાર્ટ અપ તરીકે ઉભા કરવાની જરૂર હતી. થોડો સમય જરૂર લાગત. બીજું કે, એમએસપી તો કોઈપણ સ્થિતિ માં અન્ય ધંધાઓની જેમ ખેતીમાં પણ ફિક્સ હોવી જ જોઈએ.

corona 153 આખરે ખેડૂત આંદોલન એક નાની માછલીની મોટી માછલી સામેની લડાઈની...?

ખેડૂતોની પ્રોડક્શન કોસ્ટ બાદ કરતા તેના નફા પર જ આ કિંમત લાગવી જોઈએ. તો જ તેને તેની મહેનતનું મૂલ્ય મળે અને સામે છેડે વચેટિયાઓ પર પણ સિકંજો કસાયો હોત, તો લોકોને મોંઘવારીમાં રાહત મળત. ત્યારે હવે આગામી વાટાઘાટો જોઈએ કે શું પરિણામો લાવે છે. પરંતુ આખરે તેમ જ કહેવાનું થાય છે કે, ભારતની માર્કેટ વ્યવસ્થા પર મોલ્સ ક્લચરનો કે મોટા ઔધોગિક ગૃહોનો સિકંજો દૂર જ રહે તો સારું છે. નહીંતર નાના લોકોના સૂપડા આજ નહિ કાલે સાફ થશે જ. આખરે આ જંગ એક નાની માછલીનો મોટી માછલી સામેની લડાઈનો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…