Chamoli/ સેનાની સતર્કતાથી ચમૌલીમાં ફસાયેલા 2,000 લોકોનો આબાદ બચાવ

ઉત્તરાખંડના ચમૌલીમાં રૈની ગામ નજીક ગ્લેશિયર તૂટતાં સૌથી પહેલાં ઋષિગંગા નદીમાં ધસમસતું પૂર આવ્યું હતું. નદીના કિનારે ઋષિગંગા પાવર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું જ્યારે બીજા કિનારા પર રૈની ગામ

Top Stories
1

ઉત્તરાખંડના ચમૌલીમાં રૈની ગામ નજીક ગ્લેશિયર તૂટતાં સૌથી પહેલાં ઋષિગંગા નદીમાં ધસમસતું પૂર આવ્યું હતું. નદીના કિનારે ઋષિગંગા પાવર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું જ્યારે બીજા કિનારા પર રૈની ગામ આવેલું છે. આ ગામની આસપાસ રૈની ચાક, લતા, સુભાઇ, જુગાજુકલતા ગામ પણ આવેલાં છે. આ ગામોમાં લગભગ 2,000 લોકો વસવાટ કરે છે. પૂરનાં પાણી રૈની ગામમાં ધસી આવ્યાં હતાં પરંતુ તેનાથી વધુ નુકસાન થયું નહોતું. આસપાસના ગામોનો પણ આબાદ બચાવ થયો હતો.ચમૌલીમાં આવેલા જળ પ્રલયના કારણે 170થી વધુ લોકોના તણાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી હતી.બીજી તરફ એનટીપીસી પ્લાન્ટ પાસે આવેલી ટનલમાં 16 જેટલા લોકો ફસાઈ ગયા હતા. આ લોકોને પૂરના પાણી ઓસરી ગયા બાદ બચાવવા માટે મોટાપાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આર્મીના જવાનો, એનડીઆરએફ, એસડીઆરએફ, આઈટીબીપીના જવાનો અને સ્થાનિક તંત્ર દ્વારા જેસીબી મશીન્સ અને અન્ય સાધનોની મદદથી ટનલમાંથી કાટમાળ કાઢવાની કામગીરી તાકીદે હાથ ધરવામાં આવી હતી.

Education / રાજ્યભરમાં આજથી કોલેજો શરુ, આવી હશે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા 

ઉત્તરાખંડ  પોલીસે ધૌલીગંગા, અલકનંદા નદીઓમાં આવેલા પૂરના કારણે  રાજ્યના શ્રીનગર, હરિદ્વાર અને ઋષિકેશ શહેરો માટે પૂરની  ચેતવણી જારી કરી હતી. બપોરે ચાર કલાકે પાણીની સપાટી શ્રીનગર  ખાતે 56 મીટર, રાત્રે આઠ કલાકે ઋષિકેશ ખાતે 340.50 મીટર અને  રાત્રે 9 કલાકે હરિદ્વાર ખાતે 294 મીટર પહોંચવાની ચેતવણી જારી કરાઇ  હતી. બીજી તરફ જોશીમઠ ખાતે કોઇપણ કટોકટીને પહોંચી વળવા ૩૦ બેડની  હોસ્પિટલ તૈયાર રખાઇ હતી.બીજી તરફ સૈન્યના જવાનોએ ટનલની બીજી તરફ ખાડો કરીને જે કામદારો ફસાયા હતા તેમને કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એક પછી એક તમામ કામદારોને શોધી કાઢવામાં આવ્યા હતા. દમ લગા કે હઇસા જેવા સૂત્રોચ્ચાર દ્વારા નાસીપાસ થયેલી ચેતનાને જિવંત કરીને  કામદારોમાં નવો પ્રાણવાયું ફૂંકીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. એક તબક્કે અશક્ય લાગતું કામ જવાનોએ પાર પાડયું હતું.

Image result for image of chamoli glacier

Election / રાજકોટના 12 વોર્ડમાં મનપાની ચૂંટણીમાં કંઈક આવું છે જ્ઞાતિનું ગણિત

ઉત્તરાખંડ  પોલીસે ધૌલીગંગા, અલકનંદા નદીઓમાં આવેલા પૂરના કારણે  રાજ્યના શ્રીનગર, હરિદ્વાર અને ઋષિકેશ શહેરો માટે પૂરની  ચેતવણી જારી કરી હતી. બપોરે ચાર કલાકે પાણીની સપાટી શ્રીનગર  ખાતે ૫૬ મીટર, રાત્રે આઠ કલાકે ઋષિકેશ ખાતે 340.50 મીટર અને  રાત્રે 9 કલાકે હરિદ્વાર ખાતે 294 મીટર પહોંચવાની ચેતવણી જારી કરાઇ  હતી. બીજી તરફ જોશીમઠ ખાતે કોઇપણ કટોકટીને પહોંચી વળવા ૩૦ બેડની  હોસ્પિટલ તૈયાર રખાઇ હતી. ભારત  અને ચીન વચ્ચેની ઉત્તરાખંડમાં આવેલી સરહદ પર સેનાને  પુરવઠો પહોંચાડવા માટે મહત્ત્વનો ગણાતા જોશીમઠ-માલારિયા હાઇવે પરનો બીઆરઓ બ્રિજ પૂરમાં  સંપૂર્ણપણે  નાશ પામ્યો હતો. સેનાની સેવાઓ પુનઃ સ્થાપિત કરવા માટે તેનું સમારકામ આવશ્યક હતું. તેને તાત્કાલિક ફરી ઊભો કરવા માટે આ  કાર્યમાં નિપુણ એવા આઇટીબીપી અને બીઆરઓના 200 કરતાં વધુ  જવાનને જોશીમઠ મોકલી આપવામાં આવ્યાં હતાં.

Image result for image of chamoli glacier

Political / કોંગ્રેસ ભાજપને જીતાડવા માટે જ ચૂંટણી લડી રહી છે,ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા મનીષ સીસોદીયા

બીઆરઓના  ડિરેક્ટર જનરલ લે.જનરલ રાજીવ ચૌધરીએ અધિકારીઓને તાત્કાલિક  પુલ ઊભો કરવાના આદેશ આપ્યા હતા.નંદાદેવી રાષ્ટ્રીય પાર્કથી નીકળતી ઋષિગંગા નદી અને ધૌલી ગંગા નદીના સંગમ સ્થળે રૈણી ગામ પાસે ઋષિગંગા નદી ઉપર એક હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેને ઋષિગંગા પાવર પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે. અહીંયા પાણીની મદદથી વીજળી ઉત્પાદન થતું હતું. સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરાયો હતો. તેમ છતાં અહીંયા વીજ ઉત્પાદન શરૂ કરી દેવાયું હતું. અહીંયા આ પ્રોજેક્ટ દ્વારા 63,520 MW વીજ ઉત્પાદનનું લક્ષ્ય મૂકવામાં આવ્યું હતું.

Image result for image of chamoli glacier

Rajkot / ચમૌલી જળ પ્રલયમાં ગુજરાતના 50 યાત્રાળુઓ ફસાયા નથી, રાજકોટના પણ માત્ર 2 અને સુરક્ષિત : DPO પ્રિયાંક સિંઘ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…