collector office/ વડોદરાની નવી કલેક્ટર ઓફિસ રજવાડી શૈલીમાં બનાવવામાં આવી

વડોદરાની નવી કલેક્ટર ઓફિસ એકદમ રજવાડી શૈલીમાં બનાવવામાં આવી છે. કલેક્ટર ઓફિસને જોઈને ગાયકવાડી રાજ યાદ આવ્યા વગર રહે નહી. તેથી હવે જો કોઈને પણ ગાયકવાડી રાજની ઝલક મેળવવી હોય તો તે આ રજવાડી ઓફિસની મુલાકાત અચૂક લે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 03 04T134805.858 વડોદરાની નવી કલેક્ટર ઓફિસ રજવાડી શૈલીમાં બનાવવામાં આવી

વડોદરા: વડોદરાની નવી કલેક્ટર ઓફિસ એકદમ રજવાડી શૈલીમાં બનાવવામાં આવી છે. કલેક્ટર ઓફિસને જોઈને ગાયકવાડી રાજ યાદ આવ્યા વગર રહે નહી. તેથી હવે જો કોઈને પણ ગાયકવાડી રાજની ઝલક મેળવવી હોય તો તે આ રજવાડી ઓફિસની મુલાકાત અચૂક લે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સાંજે વડોદરામાં નવી કલેક્ટર બિલ્ડિંગનું ઉદઘા કર્યું હતું, ત્યારે એક સદી કરતાં વધુ સમયથી ‘સત્તાની બેઠક’ તરીકે કામ કરતી ઇમારત ખાલી થવાની તૈયારીમાં છે.

જૂના પાદરા રોડ પર 22 કરોડના ખર્ચે રજવાડી શૈલીમાં બનેલ નવી કલેક્ટર કચેરીનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. કોઠી કમ્પાઉન્ડમાં હેરિટેજ બિલ્ડીંગ કે જેમાં કલેક્ટરેટ રાખવામાં આવ્યું હતું તે 1922માં સ્કોટિશ આર્કિટેક્ચર પર આધારિત સ્કોટલેન્ડમાં બાલમોરલ કેસલની આબેહૂબ ડિઝાઇનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું.

રાણી વિક્ટોરિયા, જે બાલમોરલ કિલ્લામાં રહેતી હતી, તેણે એક વખત પૂર્વ બરોડા રાજ્યના તત્કાલીન શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ત્યાં રહેવા આમંત્રણ આપ્યું હતું. સયાજીરાવે તેમનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને 1887માં કિલ્લામાં રોકાયા હતા. તેઓ કિલ્લાના સ્થાપત્યથી પ્રભાવિત થયા હતા અને તેમણે બરોડા રાજ્યમાં આવી રચના બનાવવાનું નક્કી કર્યું હતું.

બરોડા પરત ફર્યા પછી, સયાજીરાવે બ્રિટિશ આર્કિટેક્ટ એએચ કોયલને પ્રોજેક્ટનું સંચાલન સુપ્રદ કર્યુ, જેઓ પહેલાથી જ કલા ભવન (હવે ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટી તરીકે ઓળખાય છે)ના મુખ્ય ડિઝાઇનર તરીકે રાજ્યના કાર્યોમાં સામેલ હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ