બેઠક/ ભારત-પાકિસ્તાનના સેના અધિકારીઓ બોર્ડર પર મળ્યા, બીએસએફએ ડ્રોન પ્રવૃત્તિ અંગે વિરોધ નોંધાવ્યો

આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તર પર વાતચીત થઈ હતી, જેમાં યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી

Top Stories
india boarder ભારત-પાકિસ્તાનના સેના અધિકારીઓ બોર્ડર પર મળ્યા, બીએસએફએ ડ્રોન પ્રવૃત્તિ અંગે વિરોધ નોંધાવ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના કરાર બાદ આજે બીએસએફ અને પાક રેન્જર્સ વચ્ચે સેક્ટર કમાન્ડર કક્ષાની બેઠક શનિવારે મળી હતી. બેઠક અંગે બીએસએફએ કહ્યું કે બંને પક્ષ આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ અને સુમેળ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

આ બેઠક દરમિયાન બીએસએફના પ્રતિનિધિ મંડળ દ્વારા પાકિસ્તાન તરફથી સરહદ ડ્રોન અને આતંકવાદી પ્રવૃત્તિઓ, ટનલ ખોદવા અને સરહદ વ્યવસ્થાપન સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જમ્મુમાં બીએસએફના પ્રતિનિધિઓ દ્વારા પાકિસ્તાન અધિકારીઓ દ્વારા ડ્રોન પ્રવૃત્તિઓ અંગે  વિરોધ નોંધાવ્યો હતો.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ (લશ્કરી કામગીરીના મહાનિદેશક) સ્તર પર વાતચીત થઈ હતી, જેમાં યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. હોટલાઈન દ્વારા વાટાઘાટો ચાલુ રાખવા અને ધ્વજ સભાઓ યોજવા માટે બંને દેશો વચ્ચે સંમત થયા હતા બંને દેશો વચ્ચે ભાવિ મતભેદો અથવા વિવાદોને ઉકેલવા માટે હોટલાઈન પર વાટાઘાટો ચાલુ રાખવા પરસ્પર સંમત થયા હતા. બંને દેશોની સેનાએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, ભારતીય પક્ષ તરફથી લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંઘ સંઘા અને પાકિસ્તાન તરફથી મેજર જનરલ નૌમન ઝકરીયા હોટલાઈન પર વાતચીતમાં સામેલ થયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બંને પક્ષોએ એલઓસી સહિતના તમામ ક્ષેત્રોની સમીક્ષા કરી છે. બંને પક્ષોએ 24 ફેબ્રુઆરીની મધ્યરાત્રીથી એલઓસી અને અન્ય ક્ષેત્રો પર યુદ્ધવિરામ લાગુ કરવાની સંમતિ આપી છે.