Not Set/ SBI એ આપી ચેતવણી, સોશિયલ મીડિયા પર તમારી બેંક ડીટેલ શેર ન કરો, ફ્રોડથી બચો

આજનાં ડીજીટલ યુગમાં બધું ડીજીટલ થઇ રહ્યું છે ત્યારે અમુક વાતોને લઈને ધ્યાન રાખવું જરૂરી થઇ ગયું છે. ડીજીટલ ફાઈનાન્સમાં ઘણાં ફ્રોડના કેસ સામે આવતાં રહેતા હોય છે. તમે અમુક સાવધાની રાખીને ફ્રોડથી બચી શકો છો. તમે બેંક ડીટેલને ગોપનીય રાખીને તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો. Do not invest your time and money interacting […]

Top Stories India
sbi SBI એ આપી ચેતવણી, સોશિયલ મીડિયા પર તમારી બેંક ડીટેલ શેર ન કરો, ફ્રોડથી બચો

આજનાં ડીજીટલ યુગમાં બધું ડીજીટલ થઇ રહ્યું છે ત્યારે અમુક વાતોને લઈને ધ્યાન રાખવું જરૂરી થઇ ગયું છે. ડીજીટલ ફાઈનાન્સમાં ઘણાં ફ્રોડના કેસ સામે આવતાં રહેતા હોય છે. તમે અમુક સાવધાની રાખીને ફ્રોડથી બચી શકો છો. તમે બેંક ડીટેલને ગોપનીય રાખીને તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાનાં ટ્વીટર હેન્ડલ મારફતે ગ્રાહકોને ચેતવણી આપી છે કે ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટથી બચીને રહેવું જોઈએ. જો તમે કોઈ ફરિયાદ કરવા માંગો છો કે કઈ કહેવા માંગો છો તો SBI નાં વેરીફાઈડ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફરિયાદ કરો. એ જ અકાઉન્ટને હમેંશા ટેગ કરો. વેરીફાઈડ નિશાન વાળા અકાઉન્ટને ઓળખીને ચેક કરી લો. આવું કરવાથી તમારો સમય અને પૈસા બંને સુરક્ષિત રહી શકશે. કારણકે તમારાં અકાઉન્ટની જાણકારી તમારા પૈસાને લઈને નુકશાનકારક સાબિત થઇ શકે છે.

ધ્યાનમાં રાખો આ ખાસ વાત …

ફ્રોડ રોકવા માટે તમારી બેંક રીલેટેડ માહિતી કોઇપણ વેબ સાઈટને ન મોકલે જે https થી શરુ થતી ન હોય.

જો બેંકને કોઈ ઇમેલ કરો છો તો પહેલાં સાચું ઇ-મેલ આઈડી તપાસી લો.

પર્સનલ ઇમેલ પર કંપનીની જાણકારી રાખવી જોઈએ નહી.