હદ થઇ ગઈ હવે તો....!/ ફ્લાઈટમાં મુસાફરે એરહોસ્ટેસ પહેલા લગાડી ગળે અને પછી કર્યું…..

મુંબઈ વાયા મસ્કટ-ઢાકા ફ્લાઈટમાં એક મુસાફરે એર હોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું.

India Trending
Beginners guide to 15 ફ્લાઈટમાં મુસાફરે એરહોસ્ટેસ પહેલા લગાડી ગળે અને પછી કર્યું.....

મુંબઈ વાયા મસ્કટ-ઢાકા ફ્લાઈટમાં એક મુસાફરે મર્યાદા ઓળંગી હતી. 30 વર્ષીય બાંગ્લાદેશી નાગરિકની મસ્કટ-ઢાકા ફ્લાઇટમાં એરહોસ્ટેસ સાથે કથિત રીતે જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર,  આ ઘટના ગુરુવારે વહેલી સવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ લેન્ડ થવાની હતી તેના થોડા સમય પહેલા બની હતી.

મળતી માહિતી મુજબ, પ્લેન મુંબઈમાં લેન્ડ થવાના અડધા કલાક પહેલા આરોપી પોતાની સીટ પરથી ઊભો થયો અને એરહોસ્ટેસને બળજબરીથી ગળે લગાડવાનો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો. આ વિશે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે, “આરોપીની ઓળખ મોહમ્મદ દુલાલ તરીકે થઈ છે અને તે વિસ્તારા ફ્લાઈટ દ્વારા મસ્કટથી ઢાકા થઈને મુંબઈ આવી રહ્યો હતો. પ્લેન મુંબઈમાં લેન્ડ થવાના અડધા કલાક પહેલા દુલાલે પોતાની સીટ પરથી ઉભા થઈને મહિલા ફ્લાઈટ એટેન્ડન્ટને ગળે લગાડવાનો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો.

રોકવામાં આવતા આરોપી ગુસ્સે થઈ ગયો હતો

તેમણે આગળ કહ્યું કે આ પછી જ્યારે કેપ્ટન અને અન્ય ફ્લાઈટ મેમ્બર્સ અને પેસેન્જરોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો આરોપી તેમના પર ગુસ્સે થઈ ગયો અને બધાને ગાળો આપવા લાગ્યા. અધિકારીએ કહ્યું કે આરોપી પેસેન્જરે ફ્લાઈટના કેપ્ટનની એક પણ વાત સાંભળી નહીં. કેપ્ટનને તેની સામે રેડ કાર્ડ જારી કરવાની ફરજ પડી અને તેને બેકાબૂ મુસાફર જાહેર કર્યો. તેમણે કહ્યું કે પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ પેસેન્જરને સુરક્ષા દળોને સોંપવામાં આવ્યો જે તેને સહાર પોલીસ સ્ટેશન લઈ ગયા. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ક્રૂ મેમ્બરની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ IPCની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે તેને શુક્રવાર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે.

વિસ્તારાએ એક નિવેદન બહાર પાડ્યું હતું

વિસ્તારા એરલાઇનના પ્રવક્તાએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “6 સપ્ટેમ્બરે મસ્કટથી મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઈટ UK 234માં એક બેકાબૂ પેસેન્જર અંગેની ઘટના નોંધાઈ હતી.તેનું ગેરવર્તન જોતા, કેપ્ટને ચેતવણી પત્ર જારી કર્યો અને તેને રોકવાનો નિર્ણય કર્યો. “માર્ગદર્શિકા અને અમારા SOP મુજબ, સ્થળ પર હાજર સુરક્ષા એજન્સીઓને એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તાત્કાલિક પગલાં લેવા માટે જાણ કરવામાં આવી હતી.

“એરલાઇનના અધિકારીએ નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા એજન્સીએ વધુ તપાસ માટે પેસેન્જરને કસ્ટડીમાં લીધો હતો. તે જ સમયે, એસઓપી હેઠળ, સ્થાનિક અધિકારીઓને ઘટનાની માહિતી આપવામાં આવી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “વિસ્તારા તેના ગ્રાહકો અને કર્મચારીઓની સલામતી અને ગરિમાને જોખમમાં મૂકે તેવા અનિયંત્રિત વર્તન માટે શૂન્ય-સહિષ્ણુતા નીતિ જાળવી રાખે છે.”

આ પણ વાંચો:સનાતન ધર્મ વિરુદ્ધના નિવેદનથી નારાજ વિશ્વ હિન્દુ પરિષદ, કાશીમાં બોલાવી મોટી બેઠક

આ પણ વાંચો:સનાતન ધર્મ વિવાદ પર પહેલીવાર બોલ્યા PM મોદી – ‘ઉધયનીધિના નિવેદનનો યોગ્ય જવાબ…’

આ પણ વાંચો:નવા સંસદ ભવનમાં યોજાશે વિશેષ સત્ર, અહીં જાણો શું હશે સંપૂર્ણ શિડ્યુલ

આ પણ વાંચો:પટના યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન લપસી પડ્યા નીતીશ કુમાર અને…