IPL 2024: ગઈકાલે IPLની 32મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેના નેટ રન રેટ પર પણ અસર પડી હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સના સુકાની ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને તેમની ટીમ 17.3 ઓવરમાં 89 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. આ પછી, બીજા દાવમાં, 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને, દિલ્હી કેપિટલ્સે 92 રન બનાવ્યા અને મેચ 6 વિકેટથી જીતી લીધી.
ગુજરાત ટાઇટન્સ (GT)ની હાર બાદ શુભમન ગિલ ઘણો નિરાશ દેખાયો હતો. ગિલે ટીમની હાર માટે નબળી બેટિંગને જવાબદાર ગણાવી હતી. આ મેચમાં બેટ્સમેન ફ્લોપ નિવડ્યા હતા. ગિલ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી, પરંતુ તેવું થઈ શક્યું નહિં. રાશિદ ખાને 31 રનની ઇનિંગ રમી જે GT માટે હાઈએસ્ટ સ્કોર હતો. તે સિવાય કોઈ બેટ્સમેન 10 રનનો સ્કોર પણ પાર કરી શક્યો નહોતો.
મેચ બાદ શુભમન ગિલે જણાવ્યું કે GTની હાર માટે તેમની નબળી બેટિંગને જવાબદાર ગણાવી હતી અને કહ્યું હતું કે અમે એવરેજ બેટિંગ કરી હતી. અમારે આ મેચ ભૂલીને આગળ વધવું પડશે. પિચ સારી હતી પરંતુ અમારા બેટ્સમેનોની શોટ સિલેક્શન નબળી હતી. વિકેટો લીધી હતી.
GT માટે પુનરાગમન જરૂરી
GTના આગામી મેચ 21મી એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમવાની છે. જે પંજાબમાં યોજાશે. GT આ સિરિઝમાં અત્યાર સુધી 7 મેચ રમી ચુકી છે. જ્યાં માત્ર 3 મેચ જીતી શકી છે. અહીંથી સતત હાર મળી તો તે તેમના માટે મોંઘી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને એકતરફી રીતે 6 વિકેટથી હરાવ્યું
આ પણ વાંચો:ભારતને વર્લ્ડ કપ વિજેતા ફિનિશર મળ્યો, તે IPLમાં બોલરોને હરાવી રહ્યો છે
આ પણ વાંચો:સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 25 રને હરાવ્યું
આ પણ વાંચો:IPL મેચમાં સ્ટેડિયમમાંથી સોશિયલ મીડિયા પર વીડિયો કે તસ્વીર શેર કરવા પર થશે દંડ – BCCI