Photos/ પુત્રી પલક તિવારીને મળ્યા રાજા ચૌધરી, કહ્યું- શ્વેતા અંગે કહી આ મોટી વાત

રાજા ચૌધરી 13 વર્ષ રાહ જોયા બાદ તેની પુત્રીને મળ્યો છે, તેને ખુબ જ ખુશી થઇ હતી કે તેની પુત્રીનો ઉછેર ખુબ જ સારી રીતે થયો.

Trending Photo Gallery
Raja Chuadhary palak Tiwari

શ્વેતા તિવારીનું નામ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણું સારું છે. અભિનેત્રીએ એકતા કપૂરની સીરિયલ ‘કસૌટી ઝિંદગી કી’થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ સીરિયલ પછી શ્વેતા દરેક ઘરમાં જાણીતી થઇ હતી. કરિયરમાં તેની કિસ્મત એવી ચમકી કે જ્યારે તે ટીવી પરથી ગાયબ થઈ ગઈ ત્યારે પણ લોકો તેને યાદ કરતા હતા. જો કે આજના સમયમાં શ્વેતા ફરીથી ટીવી પર એક્ટિવ થઈ ગઈ છે.

श्वेता तिवारी, पलक तिवारी, राजा चौधरी

બીજી બાજુ, જો આપણે તેના અંગત જીવન વિશે વાત કરીએ, તો શ્વેતાનું જીવન ખૂબ જ રોલર કોસ્ટર જેવું રહ્યું છે.તેને બે લગ્ન કર્યા, પરંતુ બંને નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ લગ્નથી તેને પુત્રી પલક તિવારી છે, બીજા લગ્નથી એક પુત્ર રેયાંશ છે. આજકાલ શ્વેતા પોતાના બાળકો સાથે વેકેશન પર ગયેલી છે. પલક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે. તેને તેના ફિલ્મી કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે કરી હતી.

श्वेता तिवारी, पलक तिवारी, राजा चौधरी

શ્વેતાના પ્રથમ લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા જ્યારે તે માત્ર 19 વર્ષની હતી. વર્ષ 1998માં બંનેએ થોડો સમય ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા. પરંતુ વર્ષ 2007માં શ્વેતાએ રાજા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો અને ત્યારબાદ તે તેનાથી અલગ થઈ ગઈ અને ત્યારબાદ શ્વેતાને દીકરીની સંપૂર્ણ કસ્ટડી મળી ગઈ હતી. સિંગલ મધર હોવા છતાં શ્વેતાએ પલકનો ઉછેર ખૂબ સારી રીતે કર્યો હતો.

Raja Chaudhary meets daughter Palak after 13 yrs, thanks ex-wife Shweta Tiwari - India Today

રાજા ચૌધરી પણ શ્વેતાની વાતથી ખૂબ જ પ્રભાવિત છે. જ્યારે શ્વેતા રાજાથી અલગ થઈ ત્યારે પલક 13 વર્ષ પછી પહેલીવાર તેના પિતાને મળી હતી.  હવે જ્યારે પલક એડલ્ટ થઇ ગઈ છે, એટલે હવે તે જાતે નક્કી કરી શકે છે કે તે રાજાને મળવા માંગે છે કે નહીં. તાજેતરમાં જ રાજાએ એક ઈન્ટરવ્યુમાં પુત્રી પલક વિશે વાત કરી હતી. તેને કહ્યું કે હું પલકને 13 વર્ષની રાહ જોયા બાદ મળ્યો હતો, જ્યારે તે બાળકી હતી. પણ હવે તે મોટી થઈ ગઈ છે.

Palak Tiwari Was Beaten By Father Raja Chaudhary When Shweta Tiwari Makes Shocking Allegations Against Ex Husband | 'जिंदगी नर्क हो गई थी, वो बेटी को बहुत मारता था,' राजा चौधरी से

રાજાએ કહ્યું- પલક અને હું વોટ્સએપ મેસેજથી એકબીજા સાથે જોડાયેલા છીએ. હું તેને રોજ ગુડ મોર્નિંગનો મેસેજ કરું છું.  અત્યારે હું મારા માતા-પિતા સાથે મેરઠમાં રહું છું.  હું કોઈ કામ માટે મુંબઈ ગયો હતો ત્યારે  પલકને મેસેજ કર્યો હતો. તે પોતાની ફિલ્મ માટે રિહર્સલ કરી રહી હતી પણ થોડો સમય કાઢીને તે મને મુંબઈના અંધેરીની એક હોટેલમાં મળવા આવી હતી, અમે લગભગ દોઢ કલાક મળ્યા હતા. અમારી વચ્ચે એકબીજા માટે કોઈ નફરત નહોતી. અને અમે અમારા પાસ્ટ વિશે પણ કોઈ વાત કરી ન હતી.

Palak Tiwari meets father Raja Chaudhary, Shweta Tiwari's ex-husband, after 13 years. See their selfie | Celebrities News – India TV

“માત્ર પ્રેમભરી વાત કરી હતી. મેં તેને મારા પરિવાર અંગેની વાત કરી હતી. તેના દાદા-દાદી, કાકા અને કાકી વગેરે વિશે જણાવ્યું. તે બધા વિશે જાણીને ખૂબ જ ખુશ હતી. તેને મને કહ્યું કે તે પરિવારને મળવા જલ્દી મેરઠ આવવા માંગે છે. અમારા બંને માટે આ એક નવો તબક્કો છે. હું હજુ પણ તેના માટે કેરીંગ અને લવિંગ ફાધર છું.”

  श्वेता तिवारी की 2 शादियां टूटने पर पहले पति राजा चौधरी का बयान, कहा- बदकिस्मती है कि... | Tv actress Shweta Tiwari first husband Raja Chaudhary reacts to her feud with Abhinav

“જીવને મને બીજી તક આપી છે. હું મારી અને મારી પુત્રી વચ્ચે કંઈપણ બગાડવા માંગતો નથી. હું તેને ખુશ રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું. પલક પ્રત્યેના મારા પ્રેમમાં કોઈ ફેરફાર નથી થયો. આટલા વર્ષોથી હું મારી પુત્રીને ના મળી શક્યો તે મારા માટે દુઃખદ સમય હતો.”

Palak Tiwari Opens Up With Father Raja Chaudhary Relationship He is sober now are building their relationship from scratch पलक तिवारी का खुलासा, पहले से शांत हो गए हैं राजा चौधरी, अब

“પરંતુ હવે મારી દીકરી મોટી થઈ ગઈ છે, તે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. હું ફક્ત આશા રાખતો હતો કે કાશ હું તેને મળી શકું. હું તે બધી બાબતોને ચૂકી ગયો છું જે હું એક પિતા તરીકે ન કરી શક્યો. તેને મોટી થતા પણ ન જોઈ શક્યો, શાળાએ જતા, તેની પસંદ-નાપસંદને ઓળખતા. પરંતુ જ્યારે હું તેને મળ્યો ત્યારે મને સમજાયું કે તેનો ઉછેર ખૂબ જ સુંદર રીતે થયો છે. હું મારી પૂર્વ પત્ની શ્વેતાનો આભાર માનું છું. આજે હું ખૂબ જ ખુશ છું.”

આ પણ વાંચો:ભારે રોમાંચક મેચમાં જાડેજાએ છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ચેન્નાઇને બનાવ્યું IPL ચેમ્પિયન, પાંચમીવાર જીતી ટ્રોફી

આ પણ વાંચો:IPLની ફાઇલમાં વરસાદ પડતા હવે ચેન્નાઇને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ,મેચ ટૂંક સમયમાં શરૂ થશે

આ પણ વાંચો:ધોનીની સ્ટમ્પિંગ ઓલ ટાઇમ હિટ,માત્ર 0.12 સેકન્ડમાં શુભમન ગિલ આઉટ, જુઓ વીડિયો

આ પણ વાંચો:IPLની ફાઇનલમાં ગુજરાતે ચેન્નાઇને આપ્યો 215 રનનો ટાર્ગેટ,સુદર્શનની વિસ્ફોટક ઇનિંગ્સ

આ પણ વાંચો: IPLની ફાઇનલ રમતાની સાથે જ ધોનીએ રચ્યો આ ઇતિહાસ