IPL 2023/ IPLની ફાઇલમાં વરસાદ પડતા હવે ચેન્નાઇને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ,મેચ ટૂંક સમયમાં શરૂ થશે

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ આમને-સામને છે. મેચમાં ગુજરાતે ચેન્નાઈને 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે વરસાદને કારણે 15 ઓવરમાં 170 થઈ ગયો હતો.

Top Stories Sports
15 7 IPLની ફાઇલમાં વરસાદ પડતા હવે ચેન્નાઇને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ,મેચ ટૂંક સમયમાં શરૂ થશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ આમને-સામને છે. મેચમાં ગુજરાતે ચેન્નાઈને 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે વરસાદને કારણે 15 ઓવરમાં 171 થઈ ગયો હતો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. IPL 2023ની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે રિદ્ધિમાન સાહા અને સાઇ સુદર્શનની અડધી સદીના કારણે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા છે. ગુજરાત માટે સુદર્શને ટાઈટલ મેચમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. સાઈએ 47 બોલમાં 96 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રવિન્દ્ર જાડેજા અને દીપક ચહરે 1-1 વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે ધમાકેદાર શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને સાહાએ મજબૂત શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી, જે IPLના ઇતિહાસમાં ફાઇનલમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. શુભમન ગિલ 7મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. ધોનીએ તેને વીજળીની ઝડપે સ્ટમ્પ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. ગિલે 20 બોલમાં 39 રન બનાવ્યા હતા. આ પછી સાહા અને સાઈ વચ્ચે બીજી વિકેટ માટે 50થી વધુ રનની ભાગીદારી થઈ હતી. જોકે, સાહા 39 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સાઈ સુદર્શને ચાર્જ સંભાળ્યો અને એક છેડેથી મોટા શોટ મારતા રહ્યા. આ દરમિયાન તેણે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી

આઈપીએલ 2023 ની ટાઈટલ મેચ રવિવાર (28 મે) ના રોજ નક્કી કરવામાં આવી હતી પરંતુ ભારે વરસાદને કારણે રવિવારે મેચ શરૂ થઈ શકી ન હતી. ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે અને હવે આ ટાઈટલ મેચ સોમવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ 32 હજાર દર્શકોની ક્ષમતા સાથે રમાઈ રહી છે.