IPL 2024/ IPL મેચમાં સ્ટેડિયમમાંથી સોશિયલ મીડિયા પર વીડિયો કે તસ્વીર શેર કરવા પર થશે દંડ – BCCI

હાલમાં IPLની 17મી સિઝન ચાલી રહી છે , ત્યારે IPLદરમિયાન ખેલાડીઓ તેમની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. બધા ફ્રેચાઇઝી અને કોમેન્ટેટરો પણ તેમના ચાહકોને ક્રિકેટની અપડેટ આપવા સોશિયલ મીડિયા પર મેચની તસ્વીર અને વીડિયો શેર કરતા હોય છે.

Sports Trending
Cricket Tutorials YouTube Thumbnail 19 2 IPL મેચમાં સ્ટેડિયમમાંથી સોશિયલ મીડિયા પર વીડિયો કે તસ્વીર શેર કરવા પર થશે દંડ - BCCI

હાલમાં IPLની 17મી સિઝન ચાલી રહી છે , ત્યારે IPLદરમિયાન ખેલાડીઓ તેમની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. બધા ફ્રેચાઇઝી અને કોમેન્ટેટરો પણ તેમના ચાહકોને ક્રિકેટની અપડેટ આપવા સોશિયલ મીડિયા પર મેચની તસ્વીર અને વીડિયો શેર કરતા હોય છે. હવે BCCI એ આના પર મર્યાદા લાદવાનો નિર્ણય કર્યો છે. હવે જો કોઇ પણ ટીમના ખેલાડી અને કોમેન્ટેટરને પોસ્ટ કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે.

BCCI એ કેટલીક માર્ગદર્શીકા જાહેર કરી છે
એક રિપોર્ટ હેથળ BCCI એ બધા ખેલાડીઓ, કોમેન્ટેટરો, આઈપીએલના માલિકો અને સોશિયલ મીડિયા અને કન્ટેન્ટ ટીમને સુચના જાહેર કરી છે. જેમાં તેમને મેચના દિવસે સ્ટેડિયમમાંથી કોઇ પણ પ્રકારના ફોટો કે વીડિયો શેર ન કરે. ભારતના એક પૂર્વ બેટ્સમેને મેચ દરમિયાન કોમેંટ્રી કરતા એક તસ્વીર શેર કરી હતી.જેના કારણે બ્રોડકાસ્ટ રાઇટ હોલ્ડર નારાજ થઇ ગયા હતા.આ ઘટના પછી BCCI સ્ટાફ સદસ્ય દ્રારા એ વ્યક્તિને તાત્કાલિક પોસ્ટ હટાવવા માટે કહેવામાં આવ્યુ હતુ.

ભારે દંડ ફટકારવામાં આવશે.
રિપોર્ટ હેથળ બ્રોડકાસ્ટએ IPLરાઇટ્સ માટે ભારે રકમ ચુકવી છે. એટલે કોમેન્ટેટર મેચ દરમિયાન વીડિયો કે તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નથી શકતા. ઘણી વખત કોમેન્ટેટરે લાઇવ કર્યુ અને પછી પોસ્ટ પણ કરી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો વ્યુ મળયા છે. ફ્રેચાઇએ પણ લાઇવ મેચના વીડિયો કે પોસ્ટ નહી કરી શકે. આ મર્યાદિત તસ્વીર જ પોસ્ટ કરી શકાશે.

BCCIએ આ મામલે કડક વલણ અપનાવ્યુ છે. અને આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ચેતવણી પણ આપી છે. આનો ઉદ્દેશ્ય વ્યક્તિઓ અથવા ટીમોને મેચ દરમિયાન ફોટા અથવા વીડિયો શેર કરીને ફોલોઅર્સ રોકવાનો છે. આ સિવાય કેટલાક ખેલાડીઓએ મેચ દરમિયાન ફોટોગ્રાફ્સ શેર કર્યા હોવાની જાણ કરવામાં આવી હતી અને તેને દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. ખેલાડીઓની તમામ પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર IPL ટીમને લાઈવ મેચની વીડિયો ક્લિપ શેર કરવા બદલ 9 લાખ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હરાવ્યું

આ પણ વાંચો: રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે બસ ડ્રાઈવર બન્યો, વીડિયો વાયરલ

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં થયો વધારો,વર્લ્ડ કપ પહેલા આ શાનદાર બોલર આઉટ ઓફ ફોર્મ

આ પણ વાંચો: ધોનીની એક ઝલક નિહાળવા ચાહકે આ શું કર્યું! લોકોએ કરી ટીકા