આઇપીએલ 2021 માં ભાગ લેનારા ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું, જેમાંથી એક કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નો ટિમ સિફર્ટ પણ હતો. સિફર્ટનાં ન્યૂઝિલેન્ડ જતા પહેલા બન્ને આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા, જેના કારણે તેને ભારતમાં જ રહેવું પડ્યું હતું.
ક્રિકેટ / ટી-20 વર્લ્ડકપમાં મોહમ્મદ આમિરની પાકિસ્તાનની ટીમમાં છે જરૂરઃ વસીમ અકરમ
વળી બાકીનાં કિવી ખેલાડીઓ ઘરે પાછા ગયા હતા. જોકે, ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર બેટ્સમેન સિફર્ટ હવે કોરોનાથી સ્વસ્થ થયો છે. પાછલા અઠવાડિયે સ્વસ્થ થયા પછી તે પોતાના દેશ પરત ફર્યો હતો અને હાલમાં તે 14 નો ફરજિયાત ક્વોરેન્ટીન સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. ટિમ સિફર્ટ કોરોના સામે લડવાનો પોતાનો અનુભવ શેર કરે છે. કિવિ ક્રિકેટરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સૌથી મુશ્કેલ સમય પોઝિટિવ હોવા અંગેની માહિતી મળવાનો હતો. જ્યારે સિફર્ટ કોરોનાની પીડા શેર કરી રહ્યો હતો, ત્યારે તેની આંખો ભીંજાઇ ગઇ હતી. તે ઇમોશનલ થિ ગયો અને રડવા લાગ્યો. પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત પત્રકારોએ સિફર્ટને હિંમત આપી અને ત્યારબાદ ક્રિકેટરે પોતાની વાત રજૂ કરી. 26 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, કેકેઆરનાં કોચ બ્રેન્ડન મેક્કુલમ અને સીએસકે કોચ સ્ટીફન ફ્લેમિંગે મુશ્કેલીનાં સમયમાં ઘણી મદદ કરી.
ક્રિકેટ / ફાટેલા જૂતાની તસવીર પોસ્ટ કરી આ ક્રિકેટરે રજુ કરી ઝિમ્બાબ્વે ક્રિકેટની પરિસ્થિતિ, આ કંપની મદદે આવી
એક અહેવાલ મુજબ, સિફર્ટે કહ્યું કે, ચેન્નઈ સુપર કિંગ્સનાં મેનેજરે મને પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ બતાવ્યો. તે સમયે સમગ્ર વિશ્વ બંધ થઈ ગયું હતું અને હવે પછી શું કરવું તે હુ ખરેખર વિચારી શકતો નહતો. તે સૌથી ભયાનક સમય હતો. તમે ખરાબ ચીજો વિશે સાંભળો છો અને તમને લાગે છે કે આ મારી સાથે બનશે. વળી સિફર્ટે મેક્કુલમ અને ફ્લેમિંગને લઇને કહ્યું કે તેઓએ મારા માટે બધું ખૂબ જ સરળ બનાવ્યું. તેમણે ખાતરી કરી કે બધુ યોગ્ય રીતે રહે. કિવિ વિકેટકીપરે વધુમાં કહ્યું કે, સીએસકે મેનેજમેન્ટ અને કોલકાતા નાઈટ રાઇડર્સનાં સીઈઓએ મારા જીવનને સરળ બનાવ્યું. તેમણે મને ખાતરી આપી કે બધું બરાબર થઈ જશે અને જ્યારે ઘરે પાછા ફરવાનો સમય આવશે ત્યારે તેઓ મને સુરક્ષિત ઘરે લાવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરશે. આપને જણાવી દઇએ કે, સિફર્ટ ભલે કેકેઆરનો ભાગ છે પરંતુ તેને હજી સુધી કોઈ મેચ રમવાની તક મળી નથી.