Not Set/ બોલો હવે, બગડેલાં ટામેટાંમાંથી પણ પેદા કરી શકાશે વીજળી

 લંડન, શાકભાજીમાં મહત્વપૂર્ણ ગણાતા ટામેટાનું આયુષ્ય ખૂબ જ ઓછુ હોય છે. કેટલીક વખત તો વેચાણ માટે લવાયેલ ટામેટા વેચાય તે પહેલા જ ખરાબ થઈ જતા હોય છે. જેના કારણે વેપારીઓને મોટુ આર્થિક નુકશાન સહન કરવુ પડતુ હોય છે. જો કે, હવે આ વેપારીઓને વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે, વૈજ્ઞાનિકો દ્વારા એક એવુ સંશોધન કરવામાં […]

World Trending
Stink Bugs364 બોલો હવે, બગડેલાં ટામેટાંમાંથી પણ પેદા કરી શકાશે વીજળી
 લંડન,
શાકભાજીમાં મહત્વપૂર્ણ ગણાતા ટામેટાનું આયુષ્ય ખૂબ જ ઓછુ હોય છે. કેટલીક વખત તો વેચાણ માટે લવાયેલ ટામેટા વેચાય તે પહેલા જ ખરાબ થઈ જતા હોય છે. જેના કારણે વેપારીઓને મોટુ આર્થિક નુકશાન સહન કરવુ પડતુ હોય છે. જો કે, હવે આ વેપારીઓને વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે, વૈજ્ઞાનિકો દ્વારા એક એવુ સંશોધન કરવામાં આવ્યુ છે કે. આ ખરાબ થઈ ચુકેલ ટામેટાઓમાંથી હવે વિજળી પેદા કરી શકાશે.
electricity with rotten tomatoes બોલો હવે, બગડેલાં ટામેટાંમાંથી પણ પેદા કરી શકાશે વીજળી
એક નવા સંશોધનમાં આ બાબત સામે આવી છે. આ સંશોધકોની ટીમમાં એક ભારતીય મૂળના વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે. સાઉથ ડિકોટા સ્કુલ ઓફ માઈન્ડ્‌સ એન્ડ ટેકનોલોજીના સંશોધક નમીતા શ્રેષ્ઠે જણાવ્યું હતું કે, અમે ખરાબ થઈ ચુકેલા ટામેટામાંથી વિજળી ઉત્પન્ન કરવાની નવી પદ્ધતિ શોધી કાઢી છે.
શ્રેષ્ઠે આ સંશોધન સાઉથ ડિકોટાના આસિસ્ટન્ટ પ્રોફેસર વૈંકટરામનના ગઘામશેટી અને પ્રિન્સ્ટલ યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્રના  અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થી એલેક્સ ફોક્સ સાથે મળીને કર્યુ છે.
Vital Facts About Electricity બોલો હવે, બગડેલાં ટામેટાંમાંથી પણ પેદા કરી શકાશે વીજળી
આ અંગે પ્રોફેસર  શેટીએ આ અંગે જણાવ્યુ હતું કે, આ સંશોધન માટે અમે બે વર્ષ પહેલા કામ શરુ કર્યુ હતું. જ્યારે એલેક્સે મારી પ્રયોગશાળાની મુલાકાત લીધી હતી. તે એક સ્થાનિક સમસ્યા પર સંશોધન કરવા માંગતો હતો. કારણ કે, અમારા રાજ્યમાં મોટાપાયે ટામેટાનું ઉત્પાદન થાય છે. જેનો મોટાભાગનો હિસ્સો બગડી જતો હોય છે. આ ખરાબ થઈ ગયેલ ટામેટાનો નિકાલ કરવો એ પણ એક મોટી સમસ્યા છે. ત્યારે અમે સાથે મળીને એક એવી ટેકનોલોજી શોધી કાઢી છે કે જે ટામેટામાંથી વિજળી ઉત્પન્ન કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, આ સંશોધન નેશનલ મિટીંગ એન્ડ એક્સોપીસીશન ઓફ અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા રજુ કરવામાં આવ્યુ છે.