- પ્રદૂષણને પગલે સ્કૂલો એક સપ્તાહ બંધ રહેશે
- કન્સ્ટ્રક્શન સાઇટો પર પણ બંધ રાખવા આદેશ
- 14થી 17 નવેમ્બર સુધી બંધ રખાશે સાઇટો
- સરકારી કર્મચારીઓ ઘરેથી જ કરશે કામ
- ખાનગી ઓફિસો માટે એડવાઇઝરી જાહેર કરાશે
દિલ્હીનું વાતાવરણ બગડતા CM કેજરીવાલ એક્શન મોડમાં આવી ગયા છે. તેઓએ ફરીથી અહીં ઘણા નિયંત્રણો લાગુ કર્યા છે. દિલ્હીમાં હાલમાં આંશિક લોકડાઉન જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. આમાં, તમામ સરકારી કચેરીઓના તમામ કર્મચારીઓને એક અઠવાડિયા માટે ઘરેથી કામ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ 14 થી 17 નવેમ્બર સુધી બાંધકામના સ્થળ પર પણ પ્રતિબંધ મૂક્યા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ખાનગી કંપનીઓ માટે એક એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે કે તેઓ વધુને વધુ કર્મચારીઓને ઘરેથી કામ કરવા સૂચન કરી શકે છે. તે જ સમયે, સોમવારથી એક અઠવાડિયા માટે શાળા બંધ કરવામાં આવી છે, જોકે ઓનલાઈન વર્ગો પહેલાની જેમ જ ચાલુ રહેશે. શાળા બંધ હોવાના કારણે કોઈપણ સંજોગોમાં બાળકોના શિક્ષણમાં અડચણ ન આવે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવા જણાવાયું છે. સીએમ કેજરીવાલે એમ પણ કહ્યું કે બાળકો માટે શાળા બંધ રાખવાનું કારણ એ છે કે તેઓ ઓછામાં ઓછી પ્રદૂષિત હવાના સંપર્કમાં આવે. વાયુ પ્રદૂષણથી દૂર રહો.
ઉલ્લેખનીય છે કે, વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. રાજધાની દિલ્હી દિવસેને દિવસે ગેસ ચેમ્બર બની રહી છે. આના પર વાયુ પ્રદૂષણના જોખમને જોતા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારને ફટકારી હતી અને કહ્યું હતું કે પ્રદૂષણ માટે ખેડૂતોને દોષ આપવાની ફેશન બની ગઈ છે. કોર્ટે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે લોકડાઉનનું સૂચન કર્યું હતું. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ કેન્દ્રને કહ્યું કે વાયુ પ્રદૂષણ એક ગંભીર સ્થિતિ છે. તેમણે કહ્યું કે આપણે ઘરે પણ માસ્ક પહેરવું પડશે.
ભાવનગર / અલંગ શીપ યાર્ડમાં એન્ટિક વસ્તુઓનું વેચાણ, ખરીદી કરવા લોકો ઉમટ્યા