નિધન/ BSPના અધ્યક્ષ માયાવતીની માતાનું 92 વર્ષે નિધન

બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીની માતાનું  નિધન થઇ ગયું છે.તેઓ બિમાર હતા તેમને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા

India
MAYAWATI BSPના અધ્યક્ષ માયાવતીની માતાનું 92 વર્ષે નિધન

બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીની માતાનું  નિધન થઇ ગયું છે.તેઓ બિમાર હતા તેમને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા તેમને શનિવારે હાર્ટ એટેક આવતા તેમનું હોસ્પિટલમાં  મોત નિપજ્યું છે. આ માહિતી BSPના નેતા સતીષ ચદ્ર મિશ્રાએ આપી હતી.તેમની માતા રામરતીનું 92 વર્ષે નિધન થયું છે. તેમના વયના લીધે તે અનેકવાર બિમાર રહેતા હતા.

ઉલ્લેખનીય છે માયાવતી ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે તેમની માતાના નિધન થતાં અનેક રાજ્કીય નેતાઓ એ તેમને સાંત્વના પાઠવી હતી અને શોક વ્યક્ત કર્યો હતો.નોંધની છે કે માયાવતી ઉત્તરપ્રદેશમાં દિગ્ગજ નેતામાં તેમનુ નામ છે ,હાલ માયાવતી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં વ્યસ્ત છે તે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે

બીએસપી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે માયાવતીએ તેની માતાના મૃત્યુની માહિતી પ્રાપ્ત કર્યા પછી તરત જ દિલ્હી માટે રવાના થયા છે. રવિવારે દિલ્હીમાં રામરતીનું અંતિમવિધિ કરવામાં આવશે. પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓએ માતાની માતાના મૃત્યુ પર શોક કર્યો છે. લગભગ એક વર્ષ પહેલાં માયાવતીના પિતા ભગવાન દયલ 95 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.