Not Set/ ક્યારેક વાંસળી, તો ક્યારેક સાયકલ… અલગ અંદાજમાં તેજ પ્રતાપ માંગી રહ્યા છે વોટ…

તેજ પ્રતાપ યાદવ ચૂંટણી પ્રચારની અનન્ય પદ્ધતિઓને કારણે હસનપુર વિધાનસભા મતક્ષેત્રમાં પણ ખૂબ ચર્ચામાં છે. તેજ પ્રતાપ ક્યારેક નાવડીમાં બેસીનો તો ક્યારેક બંસરી બજાવીને તો કયારેક સાયકલ પર સવારી કરી તો કયારેક કરના બોનેટ ચઢીને વોટ માંગી રહ્યા છે.

Top Stories India
joe bidden 3 ક્યારેક વાંસળી, તો ક્યારેક સાયકલ... અલગ અંદાજમાં તેજ પ્રતાપ માંગી રહ્યા છે વોટ...

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સમસ્તીપુર જિલ્લાના હસનપુરની ખૂબ ચર્ચા છે. અને કેમ નાં હોય..? આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના સપૂત તેજ પ્રતાપ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવ ચૂંટણી પ્રચારની અનન્ય પદ્ધતિઓને કારણે હસનપુર વિધાનસભા મતક્ષેત્રમાં પણ ખૂબ ચર્ચામાં છે. તેજ પ્રતાપ ક્યારેક નાવડીમાં બેસીનો તો ક્યારેક બંસરી બજાવીને તો કયારેક સાયકલ પર સવારી કરી તો કયારેક કરના બોનેટ ચઢીને વોટ માંગી રહ્યા છે.

Different campaigning Styles of Tejpratap Yadav

america election / જો બીડેને પણ ચાલી ભાજપની ચાલ કહ્યું, જો ચૂંટણી જીતી જશે તો બધા અમેરિકનોને કોરોના…

તેજપ્રતાપ યાદવની જુદી જુદી પ્રચાર શૈલીઓ

તેજ પ્રતાપ યાદવ ઉમેદવારી નોંધાવ્યા બાદ હસનપુર વિધાનસભા મત વિસ્તારના દરેક ગામમાં જઈ રહ્યા છે. તેજપ્રતાપની નવી તસવીરો હવે બહાર આવી રહી છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. હસનપુરમાં પ્રચાર દરમિયાન તેજ પ્રતાપે વૃદ્ધ મતદારોને કહ્યું કે “હું તમારો પુત્ર છુ,  તમે બધા તમારા આશીર્વાદ આપો, હું પુત્ર ધર્મ નિભાવીશ.”

Different campaigning Styles of Tejpratap Yadav

હસનપુરમાં સવારમાં જ બળદ ગાડા પર સવાર થઈને હાથ જોડીને પ્રચાર કાર્ય શરુ કર્યું હતું. તેમની આ અનોખી અને દેશી શૈલી લોકોને ખુબ જ પસંદ આવી હતી.

Different campaigning Styles of Tejpratap Yadav

હાલમાં જ ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન તેજ પ્રતાપ યાદવે વાહન પર બેસીને વાંસળી વગાડતા નજરે ચઢ્યા હતા. અને લોકોને માઈક દ્વારા તેમની વાંસળી નું ધૂન સંભળાવવામાં આવી હતી. જેને લોકોએ બહુ જ પસંદ કરી હતી.

Different campaigning Styles of Tejpratap Yadav

હસનપુર બેઠકના બેથન વિસ્તારના ચાર ગામોમાં, તેઓએ નાના બાળકો સાથે સાયકલ લઇને પ્રચારની શરૂ કરી દીધા હતા. તે બેથન, મરાથોઆ, ઉઝાન, બટરડીહા ગામોમાં પ્રચાર અભિયાન દરમીયા સાયકલ પર સવાર જોવા મળ્યા હતા.

Different campaigning Styles of Tejpratap Yadav

તેજપ્રતાપ પૂરનાં પાણીની વચ્ચે બોટમાં પ્રચાર કરવા ગામ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મને એકવાર તક આપો, હું બેથનને જિલ્લા જેવો રસ્તો અને સુવિધાજનક બનાવીશ.

Different campaigning Styles of Tejpratap Yadav

મોડી સાંજે કારની છત પર તેજ પ્રતાપ લોકોને એલઇડી ફાનસ હાથમાં લઇને મત આપવા અપીલ કરી રહ્યો હતો. તેમની પાછળ મોટી સંખ્યામાં ભીડ હતી. લોકો તેજ પ્રતાપને વિવિધ પ્રકારના ફાનસ આપી રહ્યા હતા.

Different campaigning Styles of Tejpratap Yadav

એવું નથી કે તેજપ્રતાપ ફક્ત આ જ રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ પગપાળા પણ ચાલે છે. ઘણા ગામોમાં, જ્યાં વાહનો પહોંચતા નથી, તેઓ પગપાળા ચાલે છે અને અભિયાન પૂર્ણ કરે છે.

Different campaigning Styles of Tejpratap Yadav

હસનપુર ના મુસ્લિમ પ્રભાવિત વિસ્તારમાં તેઓ પહોંચ્યા ત્યારે તેમના સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું. તેજ પ્રતાપે આગવા અંદાજમાં તેમની માળા ઉતારી અને તેના સમર્થકને પહેરાવી દીધી હતી.

Different campaigning Styles of Tejpratap Yadav

Business / ડુંગળીમાં સરકારે ફરી લાગુ કરી સ્ટોક લીમીટ…

હસનપુરના એક ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તે એક ટ્રેક્ટર ઉપર સવાર થઇ ગયા હતા. અને 2 વીઘા જેટલું ખેતર પણ ખેડી આપ્યું હતું. આ સિવાય જ્યારે તે ખેડૂતના ઘરે પહોંચ્યો ત્યારે તેણે ત્યાં ગાયનો ઘાસચારો કાપી નાખ્યો. આટલું જ નહીં, ખેડૂતના ઘરે સત્તુનું મિશ્રણ પન પીધું હતું.