Fix Pay/ રાજ્યભરમાં 14 ફેબ્રુઆરીથી ફિક્સ-પે કર્મચારીઓનું આદોલન

કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાની રવિવારની બેઠકમાં 14મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ફિક્સ-પે નીતિ સામે આંદોલનનો તખ્તો ઘડવામાં આવ્યો છે. તેમા 14 અને 15 ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને 16 ફેબ્રુઆરીએ કાળા કપડા પહેરીને સરકારની આ શોષણ નીતિ સામે વિરોધ પ્રદર્શન કરશે

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 02 07T113545.454 રાજ્યભરમાં 14 ફેબ્રુઆરીથી ફિક્સ-પે કર્મચારીઓનું આદોલન

ગાંધીનગરઃ કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાની રવિવારની બેઠકમાં 14મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ફિક્સ-પે નીતિ સામે આંદોલનનો તખ્તો ઘડવામાં આવ્યો છે. તેમા 14 અને 15 ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને 16 ફેબ્રુઆરીએ કાળા કપડા પહેરીને સરકારની આ શોષણ નીતિ સામે વિરોધ પ્રદર્શન કરશે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં રાજ્યસ્તરની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દોઢ દાયકાથી ચાલી આવતી ફિક્સ વેતન નીતિને હટાવીને સમાન કામ- સમાન વેતનના સિદ્ધાંત હેઠળ સરકારી કર્મચારીઓને ન્યાય આપવા, શોષણને બંધ કવા મુદ્દે મંગળવારે વિધાનસભામાં કોંગ્રેસના વિધાનસભ્યએ સવાલો પૂછ્યા હતા.

તેના જવાબમાં નાણાપ્રધાને છેલ્લા બે વર્ષમાં વર્ગ ત્રણના ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધારવા કુલ 1,856 અરજીઓ મળવાનું સ્વીકાર્યુ છે. તેની સાથે આ માંગણીઓના પગલે સરકારે ઓક્ટોબર 2023માં 30 ટકા જેટલો પગાર વધારો કર્યાની માહિતી પણ આપી હતી.

નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ખેડબ્રહ્માના કોંગ્રેસના વિધાનસભ્ય ડો. તુષાર ચૌધરીએ પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે 2022માં ફિક્સ પે સામે વિવિધ સરકારી યુનિયનો તરફથી 17 અને 880 વ્યક્તિગત અરજી મળી હતી. તેના પછી 2023માં યુનિયનો તરફથી 38 અને વ્યક્તિગત ધોરણે 921 એમ કુલ મળી 959 અરજી મળી હતી. ફિક્સ વેતનના કર્મચારીઓની રજૂઆતોના પગલે નાણા વિભાગે 18મી ઓક્ટોબર 2023ના ઠરાવથી પહેલી ઓક્ટોબર 2023ની અસરથી ફિક્સ પગારના કર્મચીઓના પગારમાં 30 ટકા વધારો કર્યો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ