અમદાવાદ
બિહારના ચીફ મિનિસ્ટર અને જનતા દળ યુનાઇટેડના પ્રેસીડન્ટ નીતિશ કુમાર ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર નહીં કરે.જનતા દળ(યુ)ના 20 જેટલાં સ્ટાર કેમ્પેનરોની યાદીમાં નીતિશ કુમારનું નામ નથી સામેલ કર્યું.
બિહારમાં ભાજપ સાથે સંયુક્ત સરકાર ચલાવી રહેલા જનતા દળ(યુ)એ ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને તેમના 50 ઉમેદવારો રાજ્યમાં ચૂંટણી લડી રહ્યાં છે.
ગુજરાતમાં જેડીયુના રાજ્યસભાના સભ્ય અને નીતિશ કુમારની નજીક ગણાંતા આર સી પી સિંહ,જેડીયુના જનરલ સેક્રેટરી કેસી ત્યાગી,બિહારના મિનિસ્ટર લાલન સિંહ અને પુર્વ મંત્રી શ્યામ રઝાક ગુજરાતમાં સ્ટાર કેમ્પેનર હશે.
જનતા દળ (યુ) સાથે છેડો ફાડી ચુકેલા ધારાસભ્ય છોટુ વસાવાએ કોંગ્રેસ સાથે ચૂંટણી જોડાણ કર્યું છે.છોટુ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેજા નીચે ઉમેદવારો લડાવી રહ્યાં છે.
