ED raids/ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન હરક સિંહ રાવતના ઘરે EDના દરોડા

EDએ ઉત્તરાખંડ અને દિલ્હી-NCRમાં એક ડઝનથી વધુ સ્થળોએ મની લોન્ડરિંગ કેસમાં ઉત્તરાખંડના ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા હરક સિંહ રાવત અને અન્ય કેટલાક લોકોના ઘરની તપાસ કરી હતી.

Top Stories India
YouTube Thumbnail 2024 02 07T095818.216 મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન હરક સિંહ રાવતના ઘરે EDના દરોડા

ઉત્તરાખંડના કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન હરક સિંહ રાવતના ઘરે ED દરોડા પાડ્યા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)બુધવારે મની લોન્ડરીંગ કેસમાં મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત વિરુદ્ધ ઓપરેશન હાથ ધર્યું. EDએ હરક સિંહ રાવતના ઉત્તરાખંડના ઘરની સાથે ચંદીગઢ અને દિલ્હીમાં આવેલ 12થી વધુ સ્થળો પર દરોડા અભિયાન ચાલી રહ્યું છે. હરક સિંહ રાવત 2022માં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે ઉત્તરાખંડના ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા હરક સિંહ રાવત અને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં કેટલાક અન્ય લોકો સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું. દરોડાના ભાગરૂપે તપાસ એજન્સી દ્વારા ઉત્તરાખંડ અને દિલ્હી-એનસીઆરમાં એક ડઝનથી વધુ સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. 2022 માં, હરક સિંહ રાવતને “પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ” ને કારણે ઉત્તરાખંડ કેબિનેટ અને ભાજપના પ્રાથમિક સભ્યપદમાંથી છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં ભાજપે હિમાલય રાજ્યમાં સતત બીજી મુદત માટે જીત મેળવી હતી. હરક સિંહ રાવત એ દસ ધારાસભ્યોમાં સામેલ હતા જેમણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા હરીશ રાવત સામે બળવો કર્યો હતો અને 2016 માં ભાજપમાં સ્વિચ કર્યું હતું.

congress: ED raids 'political vendetta' to tarnish INDIA bloc's image before 2024 polls: Congress - The Economic Times

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિભાગ દ્વારા અત્યારે દરોડા પાડી અભિયાન ચાલી રહ્યું છે. તપાસ એજન્સીએ ઉત્તરાખંડના કોંગ્રેસ નેતા હરકસિંહ રાવત ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના અંગત સહાયક બિભવ કુમાર તેમજ રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના ખજાનચી એનડી ગુપ્તા સહિત અન્ય લોકોના ઘરે દરોડા પડ્યા હતા. આ દરોડા દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) ટેન્ડરિંગ પ્રક્રિયામાં “અનિયમિતતા” માંથી પેદા થયેલી લાંચને ચૂંટણી ફંડ તરીકે AAPને મોકલવામાં આવી હોવાના આરોપોની તપાસના ભાગરૂપે પાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ અને આપ પક્ષના નેતાઓ પર દરોડાનો કોયડો વિંઝાતા બંને પાર્ટીએ EDના દરોડાઓની નિંદા કરી હતી. જ્યારે ભાજપે કેજરીવાલ સરકાર અને કોંગ્રેસ નેતા સામે કથિત ભ્રષ્ટાચાર કર્યાનો આરોપો મૂકતા આ મામલે સ્પષ્ટતા કરતા જવાબ માંગ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :મધ્યપ્રદેશ/મધ્ય્પ્રદેશના હરદા ફેકટરીમાં વિસ્ફોટ કેસમાં મુખ્ય આરોપી રાજેશ અગ્રવાલની ધરપકડ

આ પણ વાંચો :ગજબ/હું પતિને છોડી શકું છુ તમાકુ નહિ…. પત્નીની આવી ધમકી મળતા ફેમેલીએ કર્યું…..

આ પણ વાંચો :Bharat Rice/મોદી સરકારે મોંઘવારીને લઇને લીધો મોટો નિર્ણય, Bharat Rice લોન્ચ કર્યા