Prime Minister Narendra Modi/ નવા ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા શરૂ, PM મોદી આજે કરશે પ્રથમ બેઠક, જાણો શું છે નવો નિયમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા ચૂંટણી કમિશનરની નિમણૂક માટે આજે પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરશે. ભારતના ચૂંટણી કમિશનર તરીકે અનૂપ ચંદ્ર પાંડેનો કાર્યકાળ 15 ફેબ્રુઆરીએ તેમની નિવૃત્તિ સાથે સમાપ્ત થાય છે.

Top Stories India
Beginners guide to 85 નવા ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા શરૂ, PM મોદી આજે કરશે પ્રથમ બેઠક, જાણો શું છે નવો નિયમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા ચૂંટણી કમિશનરની નિમણૂક માટે આજે પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરશે. ભારતના ચૂંટણી કમિશનર તરીકે અનૂપ ચંદ્ર પાંડેનો કાર્યકાળ 15 ફેબ્રુઆરીએ તેમની નિવૃત્તિ સાથે સમાપ્ત થાય છે. પીએમ મોદીની આ બેઠક મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ, 2023 હેઠળ આયોજિત કરવામાં આવશે.

પીએમના નિવાસ સ્થાને બેઠક યોજાશે

આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેના સ્થાને નવા ચૂંટણી કમિશનરની નિમણૂક માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સાથે ચર્ચા કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સાંજે 7.30 વાગ્યે પીએમના નિવાસી કાર્યાલયમાં યોજાનારી બેઠકમાં સામેલ થઈ શકે છે.

નામ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે

નવા ચૂંટણી કમિશનરની નિમણૂક વડા પ્રધાન અને તેમના દ્વારા નિયુક્ત કેન્દ્રીય પ્રધાન અને વિરોધ પક્ષના નેતા અથવા લોકસભામાં સૌથી મોટા વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવશે. પસંદ કરાયેલા અધિકારીનું નામ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. પસંદગી સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિ નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને અંતિમ મંજૂરી આપશે.

ચૂંટણી કમિશનરની નિમણૂક માટે નવો નિયમ શું છે?

તમને જણાવી દઈએ કે પસંદગી પ્રક્રિયામાં બે સમિતિઓ સામેલ છે. વડા પ્રધાનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પસંદગી સમિતિ અને કાયદા પ્રધાન અને બે સચિવ સ્તરના અધિકારીઓની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સર્ચ કમિટી. સર્ચ કમિટીએ પાંચ નામોની ભલામણ કરી છે. સર્ચ કમિટીની ભલામણ પર વડા પ્રધાનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પસંદગી સમિતિ દ્વારા ચર્ચા કરવામાં આવશે. પીએમના નેતૃત્વ હેઠળની સમિતિ પાસે યાદીની બહારના ચૂંટણી કમિશનરોને પણ પસંદ કરવાનો અધિકાર છે. અંતિમ નામ મંજૂર થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :મધ્યપ્રદેશ/મધ્ય્પ્રદેશના હરદા ફેકટરીમાં વિસ્ફોટ કેસમાં મુખ્ય આરોપી રાજેશ અગ્રવાલની ધરપકડ

આ પણ વાંચો :ગજબ/હું પતિને છોડી શકું છુ તમાકુ નહિ…. પત્નીની આવી ધમકી મળતા ફેમેલીએ કર્યું…..

આ પણ વાંચો :Bharat Rice/મોદી સરકારે મોંઘવારીને લઇને લીધો મોટો નિર્ણય, Bharat Rice લોન્ચ કર્યા