અવસાન/ મશહુર ગાયક કલાકાર કેકેનું કોલકાતામાં નિધન, કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો

ગાયક પશ્ચિમ બંગાળની રાજધાનીમાં એક કાર્યક્રમ કરવા માટે ગયા હતા અને અચાનક તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલ લઇ ગયા હતા  ત્યા ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Top Stories
12 19 મશહુર ગાયક કલાકાર કેકેનું કોલકાતામાં નિધન, કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો

સિંગિંગ જગતમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું નિધન થયું છે. તે કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયા હતા પરંતુ કોન્સર્ટ પછી તેમની તબિયત અચાનક બગડી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 53 વર્ષની ઉંમરે કેકેએ દુનિયાને અલવિદા કહી દીધી

કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન ગાયક કેકેનું અવસાન થયું છે. કાર્યક્રમ  દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને તાત્કાલિક સીએમઆરઆઈ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા,બોલીવુડના ઘણા બ્લોકબસ્ટર ગીતોને પોતાનો અવાજ આપનાર લોકપ્રિય ગાયક કેકેનું મંગળવારે રાત્રે કોલકાતામાં અવસાન થયું. ગાયક પશ્ચિમ બંગાળની રાજધાનીમાં એક કાર્યક્રમ કરવા માટે ગયા હતા અને અચાનક તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલ લઇ ગયા હતા  ત્યા ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

કેકે બોલિવૂડના ટોપ-ક્લાસ ગાયક હતા જેમણે ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે અને જેમનો મધુર અવાજ હંમેશા દરેકના દિલ પર રાજ કરતા હતા.

કેકે બોલિવૂડના ગાયક હતા, . ખુદા જાને હો, ઈટ્સ ધ ટાઈમ ટુ ડિસ્કો અને કોઈ કહેતા કહેતા રહે રહે જેવા રોમેન્ટિક ગીતો અને તડપ તડપ કે ઈસ દિલ સે જેવા ડાન્સ નંબર્સ, દિલ મે ઉત્તર હૈ જેવા ઉદાસી ગીતો. પણ હવે એ અવાજ કાયમ માટે શાંત થઈ ગયો છે. આ સમાચારથી સમગ્ર ગાયક જગત સ્તબ્ધ છે. સિંગર જાવેદ અલી કહે છે કે હું આશ્ચર્યચકિત છું, મને મારા મેનેજર પાસેથી પણ આ સમાચારની માહિતી મળી છે. મારા મેનેજર કેકેના મેનેજરના મિત્ર છે. તેણે આ દુઃખદ સમાચાર આપ્યા છે.