Worldcup/ પાકિસ્તાને શ્રીલંકાને 6 વિકેટથી હરાવીને વિશ્વકપની ઐતિહાસિક જીત મેળવી,રિઝવાનની અણનમ સદી

પાકિસ્તાનને 345 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રિઝવાને અણનમ સદી રમીને પાકિસ્તાને ઐતિહાસિક જીત અપાવી હતી

Top Stories Sports

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાને શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું છે. પાકિસ્તાનને 345 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રિઝવાને અણનમ સદી રમીને પાકિસ્તાને ઐતિહાસિક જીત અપાવી હતી, શ્રીલંકાએ 344 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો પરતું પાકિસ્તાનની ટીમે 4 વિકેટના નુકસાન પર મેચ જીતી હતી.પાકિસ્તાને મંગળવારે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામે 6 વિકેટે ઐતિહાસિક જીત નોંધાવી હતી. હૈદરાબાદના મેદાન પર શ્રીલંકાએ 345 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પાકિસ્તાને 48.2માં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં લક્ષ્યનો પીછો કરતા આ સૌથી મોટી જીત છે. આ પહેલા આ રેકોર્ડ આયર્લેન્ડના નામે હતો. આયર્લેન્ડે ઈંગ્લેન્ડ સામે 329/7નો સ્કોર કરીને વર્લ્ડ કપ 2011 જીત્યો હતો. પાકિસ્તાન vs શ્રીલંકા મેચમાં વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ઓપનર અબ્દુલ્લા શફીકે શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. રિઝવાને 121 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 131 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે વિનિંગ ફોર ફટકારી. શફીકે 103 બોલમાં 113 રન બનાવ્યા હતા. તેણે 10 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

શ્રીલંકાએ પાકિસ્તાનને 345 રનનો લક્ષ્યાંક આપ્યો છે. શ્રીલંકાએ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 344 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 77 બોલમાં 14 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 122 રનની તોફાની ઇનિંગ રમી હતી. સાદિરા સમરવિક્રમાએ 89 બોલમાં 108 રન ઉમેર્યા હતા. તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સમરવિક્રમાની આ પ્રથમ વનડે સદી છે.