New Delhi News : ઈલેકટોરલ બોન્ડ પર ફરીથી વિવાદ થઈ શકે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમને એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો ઈલેકટોરલ બોન્ડ સ્કિમને ફરીથી પરત લાવીશું. તેના માટે પહેલા મોટા સ્તરે સુઝાવ લેવામાં આવશે.
સરકારના ફરીથી ઈલેકટોરલ બોન્ડ લાવવાની વાત પર કોંગ્રેસ નેતા જયરામ રમેસે કહ્યું કે આ કતે તેઓ કેટલુ લૂંટશે.
આ પહેલા 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે રાજનિતીક ફંડિંગ માટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કિમ પર તત્કાલ પ્રભાવથી રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ સ્કિમ અસવૈધાનિક છે. આ સ્કિમ સૂચનાના અધિકારનું ઉલ્લંઘન છે.
જયરામ રમેશે એક્સ પર લખ્યું હતું કે અમે જાણીએ છીએ કે ભાજપએ પેપીએમ કૌભાંડથી 4 લાખ કરોડની લૂંટ કરી હતી. હવે તેઓ આ લૂંટ ચાલુ રાખવા માંગે છે. જરા આ રીતો પર ધ્યાન આપો.
ચંદા આપો ધંધો લો, પોસ્ટપેડ ઘૂસ-ટેકા આપો,લાંચ લો.પ્રી-પેડ અને પોસ્ટ પેડ માટે લાંચ-3.8 કરોડ, પોસ્ટ રેડ લાંચ-હપ્તાવસુલી, પોસ્ટ રેડ લાંચની કિંમત-1853 રૂપિયા, બનાવટી કંપનીઓ-મની લોન્ડ્રિંગ. બનાવતી કંપનીઓની કિંમત-418 કરોડ. જો તેઓ જીતશે અને ઈલેક્ટોરલ બોન્ડ સ્કિમ ફરીથી લઈને આવશે તો આ વખતે કેટવું લૂટશે ?
કપિલ સિબ્બલે કહ્યું કે હું નિર્મલા સીતારમનનું સન્માન કરૂ છું. એક ઈન્ટરવ્યુંમાં તે કહે છે કે ઈલેકટોરલ બોન્ડને તે ફરીથી લાવશે. તેમણે એમ પણ કહ્યું કે પહેલી વાર આ સ્કિમ ટ્રાન્સપરન્સીને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી હતી.. સુપ્રીમ કોર્ટ કહી ચુકી છે કે તેમાં પારદર્શિતા ન હતી. હવે સમસ્યા એ છે કે તેમની પાસે આ ચૂંટણીમાં પૈસા તો છે, પરંતુ તેઓ એ પણ જાણે છે કે જો હારી જશે તો પૈસાની જરૂર પડશે. હું મોહન ભાગવતને પુછવા માંગુ છું કે તે આ મુદ્દે ચૂપ કેમ છે.
સુપ્રીમ કોર્ટે સૌથી વધુ ફંડ દેનારી કંપનીઓ બાબતે કહ્યું હતું કે કોઈ એક વ્યક્તિ તરફથી અપાયેલ ફંડને બદલે કોઈ કંપની તરફથી કરવામાં આવેલું ફંડિગનું રાજનીતિક પ્રક્રિયા પર વધુ અસર થઈ શકે છે. કંપનીઓ તરફથી થઈ રહેલું ફંડિંગ શુધ્ધ રૂપે વ્યાપાર હોય છે. ચૂંટણી ફંડ માટે કંપની એક્ટમાં સંશોધન મનામાની જેવું અને અસંવૈધાનિક પગલું છે.
કેટલાક લોકોનો આરોપ છે કે આ સ્કિમને મોટી કોર્પોરેટ કંપનીઓને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે. તેનાથી આ મોટી કંપનીઓ ઓળખ વિના જેટલી મરજી તેટલું ફંડ રાનિતીક પાર્ટીઓને આપી શકે છે.
આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી
આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું
આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત