Gujarat election 2022/ આજથી સાત હજાર ચૂંટણી કર્મચારીઓ ચાર દિવસ સુધી પોસ્ટલ બેલેટથી મત આપી શકશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat election 2022) ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આગામી ટૂંક સમયમાં જ મતદાન થશે. આ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મયોગીએ માટે મતદાનની તારીખ પૂર્વે જ મતદાનનું આયોજન કરાયું છે. ચૂંટણી પ્રક્રિયામાં સામેલ આ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.

Top Stories Gujarat
Voting આજથી સાત હજાર ચૂંટણી કર્મચારીઓ ચાર દિવસ સુધી પોસ્ટલ બેલેટથી મત આપી શકશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat election 2022) ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આગામી ટૂંક સમયમાં જ મતદાન થશે. આ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મયોગીએ માટે મતદાનની તારીખ પૂર્વે જ મતદાનનું આયોજન કરાયું છે. ચૂંટણી પ્રક્રિયામાં સામેલ આ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.

આ માટે જે તે વિધાનસભા મતવિસ્તારમાં મતદાન માટેની સગવડ પૂરી પાડવામાં આવી છે. અહીં તે યાદ રાખવું જરૂરી છે કે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર સાત હજાર જેટલા કર્મચારીઓને ફરજ સોંપાઈ છે. આ સિવાય પોલીસ સ્ટાફ પણ છે.

ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓ કે જેઓ પોતાના મતવિસ્તારથી દૂર ફરજ સોંપવામાં આવી હોય તેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે તેમના માટે આ સગવડ પૂરી પાડવામાં આવી છે. પોસ્ટલ બેલેટથી મતદાન માટે ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓેએ 12-ડી ફોર્મ ભરીને આપવાનું હોય છે.

આ કર્મચારીઓએ આ ફોર્મ ભરીને ચૂંટણી તંત્રને સોંપ્યું હોય તેવા કર્મચારીઓ 25થી 28મી નવેમ્બર દરમિયાન ચાર દિવસ માટે સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં પાંચેય વિધાનસભા મતવિસ્તારના નિયત કરેલા સ્થળોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે, એમ નોડલ અધિકારી વાય એસ ચૌધરીએ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રક્રિયામાં કાર્યરત કર્મયોગીઓ મતદાન કરી શકે તે માટે તેમની પાસેથી 12-ડી ફોર્મ મંગાવવામાં આવ્યા હતા. આ ફોર્મના આધારે 25મીથી કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. પાંચેય વિધાનસભા મતવિસ્તારમાં આ માટે મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે.

દહેગામમાં આ માટેનું કેન્દ્ર જી.એમ.એન. આર્ટ્સ એન્ડ એમ બી પટેલ કોલેજ ઓફ કોમર્સ છે. ગાંધીનગર ઉત્તરમાં 27મી નવેમ્બરના રોજ ઇસી વિભાગ બ્લોક નંબર-2 સરકારી ઇજનેરી કોલેજ સેક્ટર-28 ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગર દક્ષિણમાં 26 અને 27મી નવેમ્બરે સેક્ટર-15 સરકારી કોમર્સ કોલેજ ખાતે કેન્દ્ર રખાયું છે. માણસામાં 28મી નવેમ્બરના રોજ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ સઇજ કલોલ મહેસાણા હાઇવે કલોલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું છે. આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

સુપ્રીમ કોર્ટ/ મમતા સરકારને સુપ્રીમ કોર્ટથી રાહત, SSC કૌભાંડમાં CBI તપાસ માટે HCના આદેશ પર સ્ટે

નિર્ણય/ છત્તીસગઢ સરકારે કેબિનેટ બેઠકમાં લીધો મોટો નિર્ણય,આદિવાસીઓને 32, OBCને

Gujarat Assembly Election 2022/ ભાજપે ઉમેદવારોના ખાતામાં 25 થી 35 લાખ કરાવ્યા