સુપ્રીમ કોર્ટ/ મમતા સરકારને સુપ્રીમ કોર્ટથી રાહત, SSC કૌભાંડમાં CBI તપાસ માટે HCના આદેશ પર સ્ટે

સુપ્રીમ કોર્ટે શાળા સેવા આયોગમાં કથિત ભરતી કૌભાંડની સીબીઆઈ તપાસ માટે કલકત્તા હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે

Top Stories India
16 3 મમતા સરકારને સુપ્રીમ કોર્ટથી રાહત, SSC કૌભાંડમાં CBI તપાસ માટે HCના આદેશ પર સ્ટે

પશ્ચિમ બંગાળમાં કથિત શાળા ભરતી કૌભાંડમાં મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શાળા સેવા આયોગમાં કથિત ભરતી કૌભાંડની સીબીઆઈ તપાસ માટે કલકત્તા હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનીષ જૈનના અંગત હાજરી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે

.ઉલ્લેખનીય છે કે  17 નવેમ્બરના રોજ, લકટ્ટા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં કથિત શાળા ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની વિશેષ તપાસ ટીમ (SIT) માંથી બે અધિકારીઓને દૂર કર્યા અને ચાર નવા તપાસકર્તાઓને સામેલ કર્યા. કોર્ટે એસઆઈટીના વડા તરીકે ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી)ની નિમણૂક કરી હતી. આ કેસ શાળા સેવા આયોગ દ્વારા સહાયિત સરકારી શાળાઓમાં જૂથ III અને IV કર્મચારીઓ અને શિક્ષકોની ભરતીમાં કથિત અનિયમિતતાઓને લગતો છે.