Not Set/ કાશ્મીરમાં પેટ્રોલિંગ કરી રહેલા એરફોર્સના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ,દુર્ઘટના ટળી

રૂટિન પેટ્રોલિંગ કરી રહેલા એરફોર્સના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ સાંબા જિલ્લાના પુરમંડલ વિસ્તારમાં ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું

Top Stories India
helicopter કાશ્મીરમાં પેટ્રોલિંગ કરી રહેલા એરફોર્સના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ,દુર્ઘટના ટળી

ઉધમપુરથી માનસર સુધી રૂટિન પેટ્રોલિંગ કરી રહેલા એરફોર્સના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ સાંબા જિલ્લાના પુરમંડલ વિસ્તારમાં ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ચેતક હેલિકોપ્ટરમાં સ્ક્વોડ્રન લીડર સાથે ચાર સૈનિકો હતા, જે તમામ સુરક્ષિત છે. અચાનક લેન્ડિંગ જોઈને લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

ધમકી / શિમલા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર,તંત્ર એલર્ટ

સ્ક્વોડ્રન લીડર તેના ચાર સૈનિકો સાથે નિયમિત પેટ્રોલિંગ માટે ઉધમપુરથી માનસર જવા રવાના થયા હતા, પરંતુ ટેકનિકલ ખામીના કારણે પાયલોટને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પાયલોટની સમજણથી હેલિકોપ્ટર પુરમંડલ વિસ્તારમાં દેવિકા ઘાટને અડીને આવેલા ફૂટબોલ મેદાનમાં લેન્ડ થયું હતું, જેનાથી  મોટી દુર્ઘટના ટળી હતી. ટેક્નિકલ ખામીને બાદમાં સુધારી લેવામાં આવી હતી અને હેલિકોપ્ટરને તેના બેઝ સ્ટેશન ઉધમપુર લઈ જવામાં આવ્યું હતું.

ઉદ્વઘાટન / PM મોદીનું ડ્રીમ પ્રોજેકટ કાશી મંદિર કોરિડોરનું ઉદ્વઘાટન 13 ડિસેમ્બરે થશે!

જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાના બસોહલીના પુર્થુ પાસે 3 ઓગસ્ટે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં બંને પાઈલટના મોત થયા હતા. હેલિકોપ્ટરને મામૂન કેન્ટ, 254 આર્મી એવિએશન સ્ક્વોડ્રન દ્વારા ઉડાડવામાં આવ્યું હતું. જે અકસ્માત રણજીત સાગર તળાવમાં થયો હતો. અકસ્માતનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું કહેવાય છે.

Bollywood / વિશ્વસુંદરી એશ્વર્યા રાય બચ્ચનનો પ્રથમ ક્રશ કોણ છે..? જાણો…