Not Set/ અલ્હાબાદ હાઈકોર્ટમાં 8 જજ કોરોના સંક્રમિત,હવે વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવામાં આવશે

અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસને 10 જાન્યુઆરીથી અલ્હાબાદ હાઈકોર્ટ અને લખનૌ બેંચમાં માત્ર વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે

Top Stories India
14 4 અલ્હાબાદ હાઈકોર્ટમાં 8 જજ કોરોના સંક્રમિત,હવે વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવામાં આવશે

ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં આઠ જજોને કોરોના સંક્રમિત થયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસને 10 જાન્યુઆરીથી અલ્હાબાદ હાઈકોર્ટ અને લખનૌ બેંચમાં માત્ર વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. રવિવારે ચીફ જસ્ટિસ રાજેશ બિંદલની અધ્યક્ષતામાં વરિષ્ઠ ન્યાયાધીશો અને બારના પ્રતિનિધિઓની વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અવધ બાર એસોસિએશનના પ્રમુખ રાકેશ ચૌધરીએ જણાવ્યું કે, આગામી 15 દિવસ સુધી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. બેઠકમાં જાણવા મળ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટ અને લખનૌ બેંચના 8 જજો ઉપરાંત કોર્ટના વિવિધ કર્મચારીઓ અને રજિસ્ટ્રીના સભ્યો પણ સંક્રમિત થયા છે. અત્યાર સુધી હાઇકોર્ટમાં હાઇબ્રિડ મોડ એટલે કે વર્ચ્યુઅલ અને ફિઝિકલ એમ બંને રીતે સુનાવણી થતી હતી

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે સંસદ બાદ હવે સુ્પીમ કોર્ટમાં પણ કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે, દેશમાં રોકેટની ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે, સુપ્રીમ કોર્ટમાં 4 જજ કોરોના સંક્રમિત થયા છે અને 150 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. ,32 જજ માંથી હાલ 4 જજ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સુપ્રીમમાં પોઝિટિવિટી 12.5 ટકા જોવા મળી છે

ભારતમાં કોરોનાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે નવા કોરોના કેસનો આંકડો દોઢ લાખને વટાવી ગયો. એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની આ સૌથી મોટી સંખ્યા છે. રવિવારે 1,59,632 નવા કોરોના કેસ નોંધાયા હતા. વળી, 40,863 દર્દીઓ પણ સ્વસ્થ થયા છે. દરમિયાન, કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 327 મોત થયા છે.

સક્રિય કેસોની સંખ્યા 5,90,611 છે, જ્યારે કુલ રિકવરી 3,44,53,603 છે. જ્યારે આ ચેપી રોગને કારણે 4,83,790 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 151.58 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની છેલ્લી બે લહેર ફાટી નીકળ્યા પછી ત્રીજી લહેર વિશે વિચારતા પણ લોકો ડરી રહ્યા છે.