ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ વિજય સાથે ભાજપે કોંગ્રેસે માધવસિંહ સોલંકીની આગેવાની હેઠળ 149 બેઠકોના મળેલા વિજયના રેકોર્ડને તોડી નાખ્યો છે અને નવો ઇતિહાસ રચ્યો છે.
પીએમ મોદીની ગુજરાત ભાજપમાં એન્ટ્રી બાદ પક્ષે ક્યારે રાજ્યમાંથી સત્તા ગુમાવી નથી. ગુજરાતમાં ભાજપના વિજય પછી દિલ્હીમાં ભાજપ સંસદીચ દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાષણ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર જીતનો શ્રેય ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલને આપ્યો છે.
દિલ્હીમાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેટકમાં પીએમ મોદીએ પાટિલના ભરપેટ વખાણ કર્યા હતા.ઉલ્લેખનીય છેકે ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં હિન્દુત્વથી લઈને વિકાસની રાજનીતિની કેડી પર વળનારા ભાજપ માટે માર્ગદર્શક ચહેરો સાબિત થયા છે. ભાજપ સંસદીય દળની બેઠકમાં ગુજરાતના શાનદાર વિજય બદલ સાંસદોએ અને નેતાઓએ પીએમ મોદીને અભિનંદન આપ્યા હતા.
તેના પછી અભિનંદન સ્વીકાર સંબોધનમાં પીએમ મોદીએ ગુજરાત ભાજપના આ વિજયનો શ્રેય ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને કાર્યકરોને આપ્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે જીતનો શ્રેય મને નહી પાટિલને આપો. તેમણે ક્યારે ફોટો નથી પડાવ્યો. તેઓ મંચ પાછળ રહીને સંગઠન માટે કામ કરતા રહ્યા છે. આ બેઠક બાદ સી આર પાટીલે જણાવ્યું હતું કે પીએમ મોદીએ આ પ્રસંગે તેમને અને કાર્યકરોને યાદ કર્યા તે બદલ તેઓ તેમના આભારી છે, પણ વડાપ્રધાનશ્રીની દોરવણી વગર આટલો મોટો વિજય મેળવવો અઘરો હતો.
આ પણ વાંચોઃ
Pramukhswami janm shatabdi mahotsav/આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો થશે પ્રારંભ
CM Bhupendra Patel/સૌના ભાઈ હોવાની અનુભૂતિ કરાવતા ભુપેન્દ્ર ભાઈઃ દરેક મંત્રીઓની મુલાકાત લીધી
