CM Bhupendra Patel/ સૌના ભાઈ હોવાની અનુભૂતિ કરાવતા ભુપેન્દ્ર ભાઈઃ દરેક મંત્રીઓની મુલાકાત લીધી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા સરળ-સહજ સ્વભાવથી ‘સૌના ભૂપેન્દ્રભાઇ’ બની રહ્યા છે. તેમણે પોતાની આ સાહજિકતાનો એક વિશિષ્ટ પરિચય બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મંગળવારે સૌને કરાવ્યો હતો.

Top Stories Gujarat
Bhupendra 2 સૌના ભાઈ હોવાની અનુભૂતિ કરાવતા ભુપેન્દ્ર ભાઈઃ દરેક મંત્રીઓની મુલાકાત લીધી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા સરળ-સહજ સ્વભાવથી ‘સૌના ભૂપેન્દ્રભાઇ’ બની રહ્યા છે. તેમણે પોતાની આ સાહજિકતાનો એક વિશિષ્ટ પરિચય બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મંગળવારે સૌને કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી તેમના મંત્રીમંડળના સહયોગી નવનિયુકત મંત્રીશ્રીઓના સ્વર્ણિમ સંકુલ-૧ અને સંકુલ-ર માં આવેલા કાર્યાલયોમાં સામે ચાલીને અચાનક જઇ પહોંચ્યા હતા અને મંત્રીશ્રીઓને પદભાર સંભાળવા અવસરે પ્રત્યક્ષ શુભકામનાઓ આપી હતી

એટલું જ નહિ, મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-સામાન્ય નાગરિકો સાથે પણ મંત્રીશ્રીઓના કાર્યાલયની પરસાળમાં જ ઉભા રહીને મુખ્યમંત્રીશ્રી સામાન્ય વ્યક્તિની જેમ સૌને મળ્યા હતા. મુખ્યમંત્રીશ્રીની આવી સાહજીકતાથી મંત્રીશ્રીઓ અને શુભેચ્છકો-નાગરિકોએ આનંદ સહ આશ્ચર્યની અનૂભુતિ કરી હતી.

આ પણ વાંચોઃ

CM Bhupendra Patel/ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્ર સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ સત્તારુઢ

CM Bhupendra Patel/ભુપેન્દ્ર પટેલની સરકારમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દબદબો