CM Bhupendra Patel/ ભુપેન્દ્ર પટેલની સરકારમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દબદબો

સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ 17 સભ્યોના મંત્રીમંડળે શપથ લઈ લીધા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતનો અને સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળે છે.

Top Stories Gujarat
Bhupendra patel swearing saurashtra ભુપેન્દ્ર પટેલની સરકારમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દબદબો

સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ 17 સભ્યોના મંત્રીમંડળે શપથ લઈ લીધા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતનો અને સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના પાંચ વિધાનસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ દક્ષિણ ગુજરાતે ભાજપને ખોબલે-ખોબલે આપેલા મતનું પ્રતિબિંબ પણ તેમા જોવા મળી રહ્યુ છે.

અગાઉની સરકારમાં મંત્રી રહી ચૂકેલા સુરતના મજૂરાના હર્ષ સંઘવીને સ્વતંત્ર હવાલા તરીકે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મંત્રીમંડળમાં સમાવાયા છે. આ ઉપરાંત સુરજના જ મુકેશ પટેલ અને પ્રફુલ પાનસરિયાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત માંડવીના કુંવરજી હળપતિ અને પારડીના કનુ દેસાઈનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સુરત પછી સૌથી વધુ દબદબો જોવા મળતો હોય તો તે સૌરાષ્ટ્રનો છે. ગયા વખતની ચૂંટણીમાં નારાજ સૌરાષ્ટ્રે આ વખતે કોંગ્રેસને રીતસર નકારી કાઢી છે અને ભાજપને જ મત આપ્યા છે. તેથી સૌરાષ્ટ્રના ચાર ચહેરાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ, રાજકોટ જસદણના કુંવરજી બાવળિયા, દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયાના મૂળૂભાઈ બેરા, રાજકોટ ગ્રામ્યના ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી બન્યા છે. આમ ભાજપે આ વખતે સૌરાષ્ટ્રમાં તેની સામે ગયા વખતની નારાજગી દૂર કરવામાં સફળતા મેળવી છે.

ઉલ્લેખનીય છે કે અનેક પડકારો અને અનેક વિવાદો વચ્ચે તથા વિરોધ વચ્ચે પણ સુરત તથા દક્ષિણ ગુજરાતે ભાજપને ખોબલે-ખોબલે મત આપ્યા છે. 2017માં દક્ષિણ ગુજરાતના સથવારે ભાજપે સત્તા બચાવવામાં સફળતા મેળવી હતી તો આ વખતે તેના સથવારે શાનદાર દેખાવ કરવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચોઃ

શપથવિધિ/ સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારની શપથવિધિઃ 17 મંત્રીઓના વિધિવત્ શપથ

શપથવિધિ/ ગુજરાતના 18મા સીએમ ભુપેન્દ્ર પટેલની પીએમની હાજરીમાં તાજપોશી