મોટા સમાચાર/ પોલીસમાં આવનારી ભરતી અંગે સૌથી મોટા સમાચાર, હસમુખ પટેલ અને પી વી રાઠોડને સોંપાઈ જવાબદારી

ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે.

Gandhinagar Top Stories Gujarat
Untitled 151 પોલીસમાં આવનારી ભરતી અંગે સૌથી મોટા સમાચાર, હસમુખ પટેલ અને પી વી રાઠોડને સોંપાઈ જવાબદારી
  • ટૂંક સમયમાં સરકાર PSI અને LRDની કરશે ભરતી
  • આવનારા સમયમાં થશે પોલીસ ભરતીની જાહેરાત
  • ચાલુ વર્ષે રાજ્યમાં 12000 પોલીસની થવાની છે ભરતી

રાજ્યમાં પોલીસ ભરતીને લઈને ગાંધીનગરમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે પોલીસ ભરતી બોર્ડની જવાબદારી IPS હસમુખ પટેલને સોંપવામાં આવી છે. હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિદેશક, પોલીસ ભરતી બોર્ડનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમજ CID ક્રાઇમના DIG પરીક્ષિતા રાઠોડને પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો મુજબ IPS હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિર્દેશક અને  પી વી રાઠોડને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને હવે ટૂંક સમયમાં પોલીસની ભરતી આવી શકે છે.

ચાલુ વર્ષે રાજ્યમાં 12000 પોલીસની ભરતી થવાની છે. અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી ત્યારે સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિના પછી સરકાર ભરતીનું આયોજન કરશે.

ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીઓની ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.

IPS હસમુખ પટેલ 1993ની બેચના અધિકારી છે. પોલીસ અધિકારી તરીકે તેમની છબી એક પ્રાણામિક અધિકારી તરીકેની છે. તેમને ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટરની સાથે લોકરક્ષક ભરતી બોર્ડની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. સફળતાપૂર્વક લોકરક્ષક દળની પરીક્ષા લેવાયા બાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો