ધરપકડ/ ગુજરાતના IAS કે.રાજેશની CBIએ કરી ધરપકડ,ભષ્ટ્રાચારનો આરોપ

આઇએસ કે.રાજેશ પર ઘણા ભષ્ટ્રાચારના આરોપો હતા તેમની સીબીઆઇએ લાંબી તપાસ કરી હતી ,અને અંતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Top Stories Gujarat
17 ગુજરાતના IAS કે.રાજેશની CBIએ કરી ધરપકડ,ભષ્ટ્રાચારનો આરોપ
  • ગુજરાતના IAS અધિકારી કે.રાજેશની ધરપકડ
  • કે.રાજેશને ધરપકડ કરી લઇ જવાયા ગાંધીનગર
  • લાંબી તપાસ બાદ અંતે કે.રાજેશની ધરપકડ
  • CBIની ટીમે ત્રાટકીને કરી કે.રાજેશની ધરપકડ
  • કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો છે આરોપ
  • સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે કે.રાજેશ

રાજ્યના આઇએસ અધિકારી કે,રાજેશની ભષ્ટ્રાચારના આરોપમાં સીબીઆઇએ તેમની ધરપકડ કરી છે,આઇએસ કે.રાજેશ પર ઘણા ભષ્ટ્રાચારના આરોપો હતા તેમની સીબીઆઇએ લાંબી તપાસ કરી હતી ,અને અંતે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે કલેકટર પદ પર રહીને પોતાની સત્તાનો દુર્પયોગ કરી રહ્યા હતા, સત્તાની આડમાં ભષ્ટ્રાચાર કરીને કરોડો રુપિયા ઘર ભેગા કર્યા છે, અંતે સીબીઆઇ તપાસ કરીને તેમની ધરપકડ કરી છે. કે.રાજેશ સુરેન્દ્ર નગરના પૂર્વ કલેકટર હતા.તેમની ધરપકડ કરીને તેમને ગાંધીનગર લઇ જવામાં આવ્યા છે. IAS અધિકારી પર 700 કરોડના કૌભાંડનો આક્ષેપ છે. કે.રાજેશની તપાસનો રેલો નેતાઓ સુધી પણ પહોંચી શકે છે, ત્યારે IAS અધિકારીની ધરપકડથી નેતાઓ અને નજીકના માણસોમાં ફફડાટ વ્યાપ્યો છે.

કોણ છે IAS કે.રાજેશ?

કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. હાલ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા