Ambalal forecast/ વરસાદ નહી અંબાલાલ ત્રાટક્યાઃ મહિનો પૂરો થતાં પહેલા વધુ એક રાઉન્ડની આગાહી

વરસાદ હવે જતો રહ્યો છે તેવું વિચારતા હોય તો ન વિચારતા. રાજ્યમાં મહિનો પૂરો થતાં પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. આ આગાહી કરી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલે.

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 1 15 વરસાદ નહી અંબાલાલ ત્રાટક્યાઃ મહિનો પૂરો થતાં પહેલા વધુ એક રાઉન્ડની આગાહી

અમદાવાદઃ વરસાદ હવે જતો રહ્યો છે તેવું વિચારતા Ambalal Forecast હોય તો ન વિચારતા. રાજ્યમાં મહિનો પૂરો થતાં પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. આ આગાહી કરી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલે. તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં હજી પણ 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડશે અને રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ નોંધાઈ શકે છે.

તેમનું કહેવું છે કે વરસાદના આ રાઉન્ડના લીધે રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં વરસાદની જે થોડી ઘણી ખાધ છે તે પણ મહદઅંશે પુરાઈ જશે. ઉલ્લેખનીય છે કે વરસાદના વર્તમાન રાઉન્ડમાં રાજ્યમાં સીઝનનો સો ટકા વરસાદ તો વરસી ગયો છે, પરંતુ આ સરેરાશ કચ્છ અને સૌરાષ્ટ્રમાં સો ટકાથી વધારે વરસાદ પડ્યો તેના લીધે વધારે દેખાય છે. તેની સામે રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ Ambalal Forecast ઝોનમાં જોઈએ તો વરસાદની સરેરાશ 90 ટકા જ થાય છે. આમ સરેરાશના ધોરણે આ ત્રણેય સ્થળોએ દસથી બાર ટકાની વચ્ચે ખાધ રહે છે. તે વરસાદના અંતિમ રાઉન્ડમાં પૂરાઈ જશે.

આ ઉપરાંત ત્રણથી બાર ઓક્ટોબરની વચ્ચે રાજ્યમાં વાવાઝોડાની સંભાવના છે. અરબી સમુદ્રમાં આ વાવાઝોડું આવે તેમ માનવામાં આવે છે. ક્લાઇમેટોલોઝી પ્રમાણે 2018ની સ્થિતિ મુજબ સાઇક્લોન થશે. બેથી બાર ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભયાનક ચક્રવાત આવશે. આ ચક્રવાતના લીધે પણ ગુજરાતમાં વરસાદ આવશે. બીજા શબ્દોમાં કહીએ તો આગામી મહિને Ambalal Forecast નવરાત્રિ શરૂ થાય ત્યાં સુધીમાં રાજ્યમાં વરસાદની ખાધ બાકી રહે તેવી સંભાવના ઘણી ઓછી છે. આમ વીકેન્ડ સહિત કોઈપણ દિવસોમાં બહાર જવાનું આયોજન કરનારા ગુજરાતીઓ વરસાદને લઈને 27થી 29 સપ્ટેમ્બર અને ત્રણથી બાર ઓક્ટોબરની તારીખ ખાસ ધ્યાનમાં રાખી લે તો તેમણે હેરાન નહીં થવું પડે.

 

આ પણ વાંચોઃ transfer/ગુજરાતમાં IASની બદલી સાથે સોંપાયા વધારાના ચાર્જ,જાણો કોની કયાં નિમણૂક કરાઇ

આ પણ વાંચોઃ અમદાવાદ/SG હાઈવે પર કારના શો-રૂમમાં લાગી આગ, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

આ પણ વાંચોઃ Surat/સુરત માં ખાનગી બસો ની દિવાળી માં ચાલતી મનમાની સામે એસટી વિભાગ ની એક્સ્ટ્રા બસ સેવા

આ પણ વાંચોઃ ચિંતા દૂર/રાજ્યના કુલ 207 જળાશયોમાં 93 ટકા જળસંગ્રહ

આ પણ વાંચોઃ bilkis-bano-case/બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું ” શું દોષિતોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે?”