અમદાવાદ/ SG હાઈવે પર કારના શો-રૂમમાં લાગી આગ, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદના એસજી હાઈવે પર મકરબા પાસે ટોયાટોના શો-રૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Mantavyanews 5 8 SG હાઈવે પર કારના શો-રૂમમાં લાગી આગ, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

 Ahmedabad News: અમદાવાદથી એસજી હાઈવે પર મકરબા પાસે ટોયાટોના શો-રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શો-રૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ગાડીઓ દોડી આવી છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ થઇ ગયો છે. હાલ આ આગ કયા કારણોસર લાગી છે તે અંગેની માહિતી મળી નથી. ઘટનાસ્થળે હાલ પોલીસનો કાફલો પણ પહોંચી ગયો છે.

આપને જણાવી દઈએ કે, ટોયટોના શો-રૂમમાં બીજા માળે આગ લાગી હતી. જે પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. આગ લાગતા જ શો-રૂમના સ્ટાફમાં નાસભાગ મચી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્ટાફ દ્વારા તાત્કાલિક શો-રૂમમાંથી ગાડીઓ નીચે ઉતારવામાં આવી હતી.

હાલ, ફાયર બ્રિગેડની વિવિધ ટીમો આ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. આગ શાંત થયા બાદ જ આ પાછળનું કારણ જાણવા મળી શકે છે. સદનસીબે હજી સુધી આ આગથી કોઇને જાનહાની થઇ નથી.

આ પણ વાંચો:પ્રેમીને વીડિયો કોલ કરી પ્રેમિકાએ કર્યું અગ્નિસ્નાન, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ

આ પણ વાંચો:મહુવામાં આધેડને ઢોરે અડફેટે લેતાં મોત, તંત્ર સામે રોષ

આ પણ વાંચો:કોરોના બાદ પ્રથમવાર યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

આ પણ વાંચો:રાજકોટમાં 3 પરિવારના ઘરનો આધાર સ્થંભ તૂટ્યો, હાર્ટ એટેકથી 3 આશાષ્પદ વ્યક્તિના મોત