હે રામ!/ રાજકોટમાં 3 પરિવારના ઘરનો આધાર સ્થંભ તૂટ્યો, હાર્ટ એટેકથી 3 આશાષ્પદ વ્યક્તિના મોત

રાજકોટમાં છેલ્લાં 12 કલાકમાં ત્રણ લોકોને હાર્ટ એટેક આવતાં મોત થયાની ઘટના સામે આવી છે.

Top Stories Rajkot Gujarat
Mantavyanews 7 7 રાજકોટમાં 3 પરિવારના ઘરનો આધાર સ્થંભ તૂટ્યો, હાર્ટ એટેકથી 3 આશાષ્પદ વ્યક્તિના મોત

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને કોરોના બાદ આ પ્રમાણ વધ્યું છે. હવે આજે રાજકોટમાં વધુ ત્રણ યુવકોનું હાર્ટ એકેટથી મોત થયું છે.  આમ છેલ્લાં 12 કલાકમાં ત્રણેય યુવકના હાર્ટ એટેકથી મોત થતાં તેમના પરિવારમાં માતમ છવાયો છે.

26 વર્ષીય કિશન ધાબેલીયા, 40 વર્ષીય રાજેન્દ્રસિંહ વાળા અને 41 વર્ષીય મહેન્દ્ર પરમાર નામના વ્યક્તિનો કાળમુખા હાર્ટ એટેકે ભોગ લેતા ચકચાર  મચી છે. આ ત્રણેય અલગ અલગ બનાવને લઈને સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે. બીજી બાજુ 3 પરિવારે પોતાના ઘરના આધાર સ્થંભ ગુમાવવા પરિજનો શોકના સાગરમાં ડૂબ્યા છે.

અગાઉ આપણે મોટાભાગે મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાના સમાચાર સાંભળતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાના વ્યક્તિઓમાં અને નાના છોકરાઓમાં હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રૉકના કેસો વધી રહ્યા છે. આ વધતા જતા કેસોને જોઈને કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આના માટે કૉવિડ વેક્સિન જવાબદાર છે. એટલું જ નહીં લોકો તેના વિશે અલગ-અલગ દાવા પણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે કોવિડની રસી ઉતાવળમાં બનાવવામાં આવી હતી, જેટલું સંશોધન થવું જોઈએ તેટલું થયું નથી. આથી આ હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ છે.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે