- અમદાવાદ: બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ
- ક્રાઇમબ્રાન્ચનું મોટું ઓપરેશન
- બાતમીના આધારે 2 આરોપીઓની ધરપકડ
- ફેબ્રુઆરી 2022માં ગોમતીપુરમાં નોંધાયો હતો ગુનો
- તપાસમાં બે વ્યકિતઓના નામ બહાર આવ્યા હતા
- ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી દંપતિની કરી ધરપકડ
- 1 માસનું બાળક ઈડરથી લઈ હૈદરાબાદ વેચવાનું હતું
- 2.10 લાખમા બાળક વેચાય તે પહેલા ઝડપાયા એજન્ટો
- ઈડરથી બાળક આપનાર યુવક ફરાર
Child Trafficking : ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદનિ વધી રહ્યો છે,હત્યા,લૂંટફાટ, સહિત બાળ તસ્કરીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને( ahemdabad police) બાળ તસ્કરી મામલે મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી તે અંતર્ગત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગોમતીપુરમાં 2022માં કેસ નોંધાયો હતો. આ કેસની તપાસમાં બે આરોપીઓના નામ બહાર આવ્યા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ હાથ ધરીને મુંબઇથી દંપતિની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે એક માસના બાળકને( Child Trafficking) ઇડરથી લઇને હૈદરાબાદ વેચવાનું તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. આ બાળકની કિંમત પણ નક્કી કરી દેવામાં આવી હતી. બાળકને 2.10 લાખમાં વેચવાની તૈયારી ચાલતી હતી તે પહેલા જ એજન્ટ ઝડપાઇ ગયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઇડરથી બાળક આપનાર યુવક હાલ ફરાર થઇ ગયો છે, પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમા કર્યા છે. અને તમામ પોલીસ સ્ટેશનમાં સૂચનો આપી દીધા છે
CNG price hike/ગુજરાત ગેસ બાદ અદાણીએ પણ CNGના ભાવમાં કર્યો આટલો વધારો,જાણો
