@Divyesh Parmar
દિવાળી ના પર્વ નિમિત્તે મોટી સંખ્યા માં સુરત માંથી પોતાના વતન માં લોકો જતા હોય છે.જેની સામે ખાનગી બસ સંચાલકો દ્વારા બસ ભાડામાં ઉઘાડી લૂંટ ચલાવાય છે જેની સામે સુરત એસ ટી વિભાગ દ્વારા અનોખી સેવા પુરી પાડવામાં આવી રહી છે.2500થી વધારે એક્સ્ટ્રા બસ મુકવામાં આવશે જેને લઈ મુસાફરી ને ખૂબ મોટી ભાડા માં રાહત મળશે.

આવનાર દિવાળી પર્વ ને લઈ સુરત એસટી વિભાગે અનોખી કવાયત હાથ ધરી છે..આ દિવાળી પર્વ નિમિત્તે 2500થી વધુ એસટી બસ એક્સ્ટ્રા મુકવામાં આવશે..દર વર્ષે દિવાળી ના સમયે રત્નકલાકારો અને વેપારીઓ પોતાના માદરે વતન જતા હોય છે તે સમયે ખાનગી બસ સંચાલકો ભાડા માં મોટો વધારો કરે છે. જે ભાડું લોકો ને પોસાય તેટલું હોતું નથી પરંતુ ના છૂટકે ખાનગી બસ માં જવા મજબુર બને છે.

જોકે એસ ટી વિભાગ દ્વારા લોકો ને આ પરેશાની માંથી મુક્તિ આપવાં માટે આયોજન કરાયું છે..સુરત એસ ટી વિભાગ દ્વારા 2500 થી વધુ એક્સ્ટ્રા બસ દિવાળી સમયે શરૂ કરાશે જે સમગ્ર ગુજરાત માં જશે. ખાસ એસ ટી વિભાગ દ્વારા 7 ઓક્ટોબર ના દિવસ થી દિવાળી બુકીંગ શરૂ કરી દેવામાં આવશે.
આ બુકીંગ ત્રણ પ્રકારે કરવામાં આવશે જેમાં ઓનલાઈન બુકીંગ ,ઓફલાઇન બુકીંગ અને ગ્રુપ બુકીંગ..લોકો ને લાઈન માં ના ઉભું રહેવું પડે તેના માટે ઓનલાઈન બુકીંગ ખૂબ મહત્વનો ભાગ ભજવશે. સાથેજ ગ્રુપ બુકીંગ માં એકજ ગામ ના કે એકજ જગ્યા ના 50 જેટલા લોકો એકસાથે બુકીંગ કરાવશે તો એસટી તેમના ઘર સુધી મૂકી જશે. ..

સુરત એસ ટી વિભાગ દ્વારા લોકો ને ભીડ નો સામનો ના કરવો પડે તે માટે અલગ અલગ રૂટ ની બસો અલગ અલગ જગ્યા એ થી ઉપડશે.જેમાં સૌરાષ્ટ્ર તરફ જતી બસો ધારુકા કોલેજ કમ્પાઉન્ડ માંથી તેમજ મોટા વરાછા માં રામચોક પાસે આવેલા SMC પાર્ટી પ્લોટ માંથી ઉપડશે.. પંચમહાલ,ઝાલોદ અને દાહોદ તરફની બસો જિલ્લા પંચાયત ના મેદાન માંથી તેમજ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે થી મળશે.. સાથેજ ઉત્તર ગુજરાત અમદાવાદ તરફની બસ સેન્ટ્રલ બસ સ્ટેશન તેમજ રામનગર રાંદેર રોડ પરથી પણ પંચમહાલ ,દાહોદ તરફ ની બસ મળશે..આ તમામ લોકો ને એસ ટી બસ નો લાભ મળશે.
આ પણ વાંચો :Ganapati Bappa/સુરતમાં લોકોની મનોકામનાપૂર્ણ કરતા ગણપતિ બાપ્પા
આ પણ વાંચો :Raid/અમદાવાદમાં સ્વાતિ બિલ્ડકોન પર ત્રાટકતું આવકવેરા ખાતુ
આ પણ વાંચો :Gujarat Rains/આજથી વરસાદનું જોર ઘટશે, ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજી પણ ખાધ
