Raid/ અમદાવાદમાં સ્વાતિ બિલ્ડકોન પર ત્રાટકતું આવકવેરા ખાતુ

અમદાવાદમાં આવકવેરા વિભાગે ધડબડાટી બોલાવી છે. આવકવેરા વિભાગની જબરજસ્ત કાર્યવાહીના ભાગરૂપે જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર આઇટી ત્રાટક્યું છે. અમદાવાદમાં જ આઇટી 35થી 40 સ્થળોએ ત્રાટક્યું છે.

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 4 8 અમદાવાદમાં સ્વાતિ બિલ્ડકોન પર ત્રાટકતું આવકવેરા ખાતુ

અમદાવાદઃ અમદાવાદમાં આવકવેરા વિભાગે ધડબડાટી બોલાવી છે. આવકવેરા વિભાગની IT raid જબરજસ્ત કાર્યવાહી કરતાં જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર  ત્રાટક્યું છે. અમદાવાદમાં જ આઇટી 35થી 40 સ્થળોએ ત્રાટક્યું છે.

સ્વાતિ ગ્રુપની અમદાવાદમાં આંબલી ખાતે આવેલી ઓફિસ પર પણ આઇટીની ટીમ ત્રાટકી છે. સ્વાતિ જૂથના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલને ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય સ્વાતિ જૂથના IT raid ભાગીદારને ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહી છે. Swati Buildcon આ દરોડામાં અમદાવાદ અને વડોદરા તથા રાજકોટની આઇટીની ટીમોના 100થી પણ વધારે અધિકારીઓ જોડાયા છે. આ ઉપરાંત સ્વાતિ સાથે જોડાણ ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપને ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આવકવેરા વિભાગને આ તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યકતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આવકવેરા વિભાગ બેનામી વ્યવહારો કરતાં એક પછી એક જૂથને ટાર્ગેટ બનાવી રહ્યું છે.

આગામી સમયમાં આ પ્રકારના બેનામી વ્યવહારો IT raid  ધરાવતા વધુને વધુ એકમો પર આવકવેરા જૂથ ત્રાટકે તેમ માનવામાં આવે છે. અમદાવાદમાં સ્વિતા જૂથ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન સેક્ટરમાં જાણીતું જૂથ છે. હાલમાં તેના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તાજેતરમાં તેણે સાધેલો ઝડપી વિકાસ બધાની નજરે પડ્યો છે.

 

આ પણ વાંચોઃ Youth death-Heart Attack/જૂનાગઢમાં 24 વર્ષીય યુવાનનું દાંડિયા રમતા-રમતા મોત

આ પણ વાંચોઃ સંત સંમેલન/સનાતન ધર્મ પર થતા પ્રહારો સામે લડત આપવા માટે જૂનાગઢમાં આવતીકાલે સંત સંમેલનનું આયોજન

આ પણ વાંચોઃ ભાદરવી પૂનમ મહામેળો -2023/યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓની કરાઈ સમીક્ષા

આ પણ વાંચોઃ હે રામ!/રાજકોટમાં 3 પરિવારના ઘરનો આધાર સ્થંભ તૂટ્યો, હાર્ટ એટેકથી 3 આશાષ્પદ વ્યક્તિના મોત

આ પણ વાંચોઃ ક્રાઈમ/સુરતમાં 1 કિલો કરતાં વધુ અફીણના જથ્થા સાથે 2 ઝડપાયા